‘તારા માસાને કહે કે કેસ પાછો ખેંચી લે, નહીંતર હું કંઇ કરીશ’, પૂર્વ પ્રેમીની યુવતીને ધમકી

સુરતઃ સુરતના સરથાણા વિસ્તારમાં માસાના ઘરે રહેતી કોલેજીયન યુવતીના પિતાએ પોક્સો એકટ હેઠળ નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ અને અપશબ્દો ઉચ્ચારી તારા માસાને કે પોલીસ કેસ પાછો ખેંચી લે, નહીંતર હું કંઇ કરીશ તેવી ધમકી આપતા યુવતીએ પૂર્વ પ્રેમી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના શહેરના સરથાણાના યોગી ચોક વિસ્તારમાં રહેતી અને સેકન્ડ યર બી. કોમમાં અભ્યાસ કરતી યુવતી હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. યુવતી ચાર વર્ષ અગાઉ વતન અમરેલી ખાતે ધો. 10માં અભ્યાસ કરતી હતી ત્યારે સ્કુલમાં ધો. 12માં અભ્યાસ કરતા દિગ્વિજય મુળજી ચુડાસમાના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
ત્રણેક વર્ષ સુધી દિગ્વિજય સાથે સબંધમાં રહેનાર યુવતી તેની સાથે ભાગી ગઈ હતી. જેથી યુવતીના પિતાએ આ અંગે જે-તે વખતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
ફરિયાદ નોંધાતા અઠવાડિયામાં જ દિગ્વિજય અને યુવતી પોલીસ સમક્ષ હાજર થઇ ગયા હતા અને યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી, અઠવાડિયા બાદ યુવતીને તેના માતા-પિતા ઘરે લઇ ગયા હતા અને ત્યાર બાદ પરીક્ષાની તૈયારી માટે સુરતમાં રહેતા માસાના ઘરે રહેવા આવી ગઇ હતી.
દરમિયાનમાં છેલ્લા બે મહિનાથી દિગ્વિજય ચુડાસમાએ તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી યુવતીના આઇડી પર બિભત્સ અને અપશબ્દો ઉચ્ચારતા મેસેજ લખવા ઉપરાંત તારા માસાને કે કેસ પાછો ખેંચી લે, નહીંતર હું કંઇ કરીશ તેવી ધમકી આપી હતી.
જેને પગલે યુવતીએ પરિવારને જાણ કર્યા બાદ સરથાણા પોલીસમાં દિગ્વિજય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ એવી પણ શંકા વ્યક્ત કરી“તારા માસાને કે કેસ પાછો ખેંચી લે, નહીંતર હું કંઇ કરીશ”, પૂર્વ પ્રેમીએ યુવતીને આપી ધમકી છે કે દિગ્વિજય સાથે સબંધમાં હતી ત્યારે તેઓના સેલ્ફી ફોટો ક્લીક કર્યા હતા તે પણ વાયરલ કરશે.