गुजरात

રહસ્યમય મોત! અમદાવાદનો યુવાન કચરાપેટી પાસે પડ્યો હતો, ગુપ્તાંગમાં લગાવેલી હતી ફેવિક્વિક

અમદાવાદ: રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે બીજી બાજુ રાજ્યનું યુવાધન પણ ડ્રગ્સનાં રવાળે ચઢ્યું હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં  જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યોછે. જુહાપુરા વિસ્તારનો મૃતક સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાંખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાંખી દેવામાં આવ્યો હતો. આ રીતે યુવકનું રહસ્યમય મોત  નીપજ્યું છે. આ પ્રકરણમાં હજી સુધી યુવકના મોતનું ચોક્કસ કારણ પોલીસને મળ્યું નથી. પોલીસ હવે FSL અને અન્ય રિપોર્ટની રાહ જોઈ રહી છે.

ઘરનો સહારો ડ્રગ્સના રવાળે

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના જુહાપુરમાં રહેતો 29 વર્ષનો સલમાન પરિવારમાં એક જ દીકરો હતો. તેના પર વૃદ્ધમાં-બાપ અને બે બહેનની જવાબદારી હતી. તેમજ પરિવારની આર્થિક જવાબદારી પણ તેના એકલા પર જ હતી. એક દિવસ સલમાનનો મિત્ર તેને ઘણી જ ગંભીર હાલતમાં ઘરે લાવ્યો. મિત્રએ જણાવ્યું હતું કે, શું થયું કાંઈ ખબર ન હતી. તેણે એમ.ડી.ડ્રગ્સ લીધું છે. જેથી પરિવારને એમ હતું કે, ડ્રગ્સનો નશો ઉતરશે એટલે સાજો થઈ જશે. પરંતુ સલમાનનું મોત નીપજ્યું હતું.

Related Articles

Back to top button