गुजरात

‘હું મારી પત્ની વગર નહીં જીવી શકું, પ્રિયંકા પાસે જાઉં છું, માફ કરજો,’ પત્નીના આપઘાતના પાંચ દિવસમાં પતિનો આપઘાત

આણંદ: પેટલાદ ખાતે એક યુવકે સુસાઇડ નોટ લખીને બુધવારે રાત્રે આપઘાત કરી લીધો છે. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા આપઘાત કર્યો હોવાની વિગતો મળી છે. પત્નીના આપઘાત બાદ ડિપ્રેશનમાં આવીને યુવકે આપઘાત કરી લીધો છે. એવી પણ વિગતો સામે આવી છે કે પત્નીના આપઘાત બાદ યુવકના સાસરી પક્ષના લોકો તેની બંને દીકરીઓને સાથે લઈ ગયા હતા. આપઘાત કરી લેનાર યુવક નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડા એ વર્ષ 2015માં પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. આપઘાત કરી લેનાર નિશાંત MSW તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે તેની પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આપઘાત પહેલા નિશાંતે જે સુસાઇડ નોટ લખી છે તે ખરેખર હચમચાવી દે તેવી છે. જેમાં નિશાંતે લખ્યું છે કે, ‘મારી બંને દીકરીઓ મારી જિંદગી છે. હું મારી પત્ની વગર જીવી શકું તેમ ન હોવાથી તેની પાસે જઈ રહ્યો છું.’ પત્નીના આપઘાત અને સાસરી પક્ષના લોકો દીકરીઓને લઈ ગયા હોવાથી નિશાંત ડિપ્રેશનમાં આવી ગયાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે.

યુવકે પ્રેમ લગ્ન કર્યાં હતા

પેટલાદ-સુણાવ રોડ પર આવેલી મસીહ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય નિશાંતે વર્ષ 2015માં પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્ન જીવનથી નિશાંત અને પ્રિયંકાને બે દીકરી છે, જેની ઉંમર પાંચ વર્ષ અને દોઢ વર્ષ છે. જોકે, કોઈ કારણસર પ્રિયંકાએ 10મી જુલાઈના રોજ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. જે બાદમાં પ્રિયંકાના પિયરના લોકો તેની બંને દીકરીઓને સાથે લઈ ગયા હતા. પત્નીના આપઘાત અને બંને દીકરીઓને સાસરી પક્ષના લોકો લઈ જતાં નિશાંત ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. જે બાદમાં બુધવારે તેણે પણ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો.

દુપટ્ટાથી ગાળિયો બનાવી લટકી ગયો

પત્નીના નિધન બાદ નિશાંતના ઘરે બુધવારે પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી. એ જ રાત્રે નિશાંત દુપટ્ટાનો ગાળિયો બનાવી લટકી ગયો હતો. બીજા દિવસે નિશાંત મોડે સુધી નીચે ન આવતા પરિવારના લોકોએ તપાસ કરી હતી. આ દરમિયાન તેણે આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું. મૃતક નિશાંતે આપઘાત પહેલા એક સુસાઇડ નોટ લખી છે. આ સુસાઇડ નોટ ખરેખર હચમચાવી દે તેવી છે. જે નીચે પ્રમાણે છે.

‘મારી બંને દીકરીઓ મારી લાઇફ છે’

વ્હાલાં મારા કુંટુંબીજનો, ખાસ મારા પપ્પા. મેં તમને કદી સપોર્ટ નથી કર્યો. પણ તમે ઓલવેસ મને ખૂબ સપોર્ટ કર્યો અને બાએ પણ બહુ સાચવ્યો. હું નિશાંત તમારો દીકરો મારી વાઈફ પ્રિયંકાને મેં 2015થી પ્રેમ કર્યો. એમાં પણ તમોએ ખૂબ સપોર્ટ આપ્યો. એને મેં ખૂબ જ દિલથી લવ કર્યો. અને મારી બંને દીકરીઓ મારી લાઈફ છે. હાલ આ સમયે જે પ્રિયંકાએ પગલું ભર્યું સુસાઈડ કર્યું, એમાં સૌથી વધારે મને આઘાત લાગ્યો છે. મારી 4 જણની ફેમિલી એમાં વિખરાઈ ગઈ છે. હું એના વગર નઈ જીવી શકતો અને જે કર્યું એમાં મારી સેજ બી ભૂલ નથી. હું નિર્દોષ છું. એ નથી અને મારી સાસરીવાળા જે મારી બે દીકરીઓને લઈ ગયા અને મને પાછી આપતાં નથી એનાથી હું ખૂબ ડિપ્રેશનમાં છું. એ ત્રણેય વગર હું નઈ જીવી શકું. સોરી તમને હું છોડીને જવ છું.

Related Articles

Back to top button