गुजरात

નલિયા ખાતે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ તાલુકાના સુખાકારી માટે કનડગત થતા પ્રશ્નો નું નિરાકરણ કરવા માટે લોક દરબાર યોજયો

Anil Makwana

અબડાસા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

નલિયા ખાતે અબડાસા ના ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા તાલુકાના સુખાકારી માટે કનડગત પ્રશ્નો નું નિરાકરણ કરવા માટે લોક દરબાર યોજવામાં આવ્યો આ લોક દરબારમાં પાણીના પ્રશ્નો,ડેમ-તળાવ, રોડ-રસ્તો ઓ,પી.જી.વી.સી.એલ.,પ્રાંત કક્ષા અને મામલતદાર કક્ષાના પ્રશ્નોની રજૂઆતો ધારાસભ્ય શ્રીની કરવામાં આવી હતી લોક દરબાર પૂર્ણ કરીને અબડાસા તાલુકાના વિવિધ વિભાગના અધિકારી ઓ સાથે આવેલ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા તેમજ કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી .આ લોક દરબારમાં ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા સાથે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ ભાનુશાલી,તાલુકા ભાજપ મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા અને શ્રી અરવિંદભાઈ શાહ,જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પરસોત્તમભાઈ ગોરડીયા, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ મહાવીરસિંહ જાડેજા, શ્રી જયદેવસિંહ જાડેજા, ઇબ્રાહિમ વાઘેર,એટીવીટી સભ્ય શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા અને અલાનાભાઈ સુમરા, શ્રી મૂળરાજભાઈ ગઢવી,શ્રી કાનજીભાઈ ગઢવી,સરપંચB શ્રીઓ શ્રી મયુરસિંહ જાડેજા, શ્રી જુવાનસિંહ જાડેજા, શ્રી અશોકપુરી ગોસ્વામી,મામદ મિયાજી,લતીફ સુમરા,લખધીરસિંહ જાડેજા,મામદ જત, જૂમા હાજી જત, તેમજ ભાજપ સંગઠન ના આગેવાનો શ્રી મહેન્દ્રસિંહ જાડેજા,હાજી હારૂન,શ્રી ચેતનભાઈ રાવલ, શ્રી અજયભાઈ જોશી,મુસાભાઈ મેમણ, કુંભાર,શ્રી મહેન્દ્રભાઈ ભાનુશાલી, જુસબ રાયમા,શ્રી મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં

Related Articles

Back to top button