गुजरात
કોવિડ ની અતી ગંભીર પરિસ્થિતિ મા કચ્છની જી.કે જનરલ હોસ્પિટલ ના મેનેજમેન્ટના અભાવના કારણે જી.કે જનરલ હોસ્પિટલ મા કોવીડ દર્દીયો ની સારવાર જે પ્રમાણે થવી જોઈએ તે પ્રમાણે થતી નથી તેથી બહુજન આર્મી ના ચીફ લખન ધુવા દ્વારા રજૂઆત
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
હાલમાં કચ્છની પરિસ્થિતિ જોતા કોવિડ દર્દીઓ પ્રાઈવેટ હોસ્પિટલો નુ રુખ વધારે કરતા હોય છે તેવામા પ્રાઈવેટ હોસ્પિટલો કોવીડ ને તક કે અવસર સમજી કોવિડ દર્દીઓ પાસેથી લાખો રૂપિયા લેવામા આવે છે સરળ ભાષામા કહુ તો અવસર સમજી પ્રાઈવેટ હોસ્પિટલો લુટ ચાલી રહી છે, સરકાર શ્રી ને મુખ્યમંત્રી અમ્રુતમ યોજના અથવા માં વાત્સલ્ય યોજના મા મર્જ કરી પ્રાઈવેટ હોસ્પિટલો મા કોવીડ દર્દીઓ ની સારવાર સંપુર્ણ પણે ફ્રી કરવામા આવે એવી વારંવાર રજૂઆત કરવા છતાય સરકાર શ્રી ના પેટનુ પાણી પણ હલતુ નથી અર્થે ના છુટકે કોવિડ દર્દીઓ ની પ્રાઈવેટ હોસ્પિટલો મા ફ્રી સારવાર કરાવવા આંદોલન ની ફરજ પડસે તો આવનાર દિવસો મા આંદોલન કરવા બહુજન આર્મી તૈયાર છે તેવું સંસ્થાપક બહુજન આર્મી લખન ધુવા દ્વારા જણાવવામાં આવ્યું હતું