गुजरात

અમદાવાદ : ઓવેસીની પાર્ટીમાંથી ચૂંટણી લડેલી મહિલાએ વીડિયો બનાવી અને ફિનાઇલ ગટગટાવ્યું

અમદાવાદ : કહેવાય છે કે જર, જમીન અને જોરૂ આ ત્રણેય કજિયા ના છોરું. આ કહેવત ને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના રખિયાલ વિસ્તારમાં  જોવા મળ્યો છે. જ્યાં મહિલાને પાણીની સમસ્યા દૂર કરવા માટે આગેવાની કરવી ભારે પડી છે. પાંચેક જેટલા ઈસમો એ મહિલાને માનસિક ટોર્ચર કરતા તેણે કંટાળી વિડિયો (Video) બનાવીને ફિનાઇલ પી લીધું છે.રખિયાલના ગરીબ આવાસ યોજના મકાનમાં રહેતા નાઝીયાબેન અંસારી એ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. નાઝીયાબેન કોર્પોરેશનની ચૂંટણી વખતે એઆઈએમઆઈએમ માંથી ઉભા રહ્યા હતા.

જોકે, પાંચેક દિવસ પહેલા તેમના ફ્લેટમાં રહેતા સીબુભાઈ સૈયદએ અજીત મિલ ચાર માળિયા પાસેના મેદાનમાં બોલાવ્યા હતા અને જણાવ્યુ હતુ કે, આપણા ફ્લેટમાં પાણી ની સમસ્યા હોય જે સમસ્યા દૂર કરવા બાબતે ચર્ચા કરી હતી. જો કે આ અંગે પાણી છોડતા નુર આલમને પણ બોલાવ્યા હતા. ત્યારે તેમણે પાણીની સમ્યા વિશે પુછતા અજીત રેસીડન્સીમાં પાણી આપવામાં આવતુ હોવાથી ચાર માળિયામાં પાણીની અછત પડતી હોવાનું જણાવ્યુ હતુ.

Related Articles

Back to top button