गुजरात

અમદાવાદ: ગઠિયાએ અજમાવ્યો એવો કીમિયો કે ઉપાડનો મેસેજ પણ ન આવ્યો અને ખાતામાંથી 2.18 લાખ પણ સેરવી લીધા

અમદાવાદ: લોકોના પૈસા સેરવી લેવા ગઠિયાઓ અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે કદાચ પહેલી વાર એવો કિસ્સો સામે આવ્યો જેમાં ગઠીયાએ પૈસા સેરવી લેવા જે તે વ્યક્તિનો નંબર જ બંધ કરાવી દીધો. જેથી તેને એસએમએસ ન જાય અને જાણ ન થાય. પણ જ્યારે કોલસેન્ટરમાં ફોન કરતા કોઈ વ્યક્તિએ નંબર બધ કરાવ્યો હોવાનું સામે આવતા ઠગાઈનો ભોગ બનેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી 2.18 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.

કૃષ્ણનગરમાં રહેતા પ્રચેતા બહેન ઠક્કર તેમના ભાઈ સાથે મળીને ત્રીસેક વર્ષથી એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. જેતે ગ્રહકોનું પ્રીમિયમ તેઓની પાસે આવે તે નાણાં તેઓના ખાતામાં તેઓ જમા કરાવતા હતા. આ એકાઉન્ટ અને પ્રાઇવેટ એકાઉન્ટ બંનેનો વહીવટ આ મહિલાના ભાઈ જ કરતા હતા. ત્યારે ગત 19મી એપ્રિલના રોજ તેઓનો વોડફોનનો નંબર બંધ થઈ ગયો હતો. વારંવાર ચેક કરવા છતાંય નંબર ચાલુ થયો નહોતો.

Related Articles

Back to top button