गुजरात

‘મારૂં ગામ કોરોનામુક્ત ગામ’: CM રૂપાણીએ ગામડાં કોરોનામુક્ત બને તે માટે આપ્યો માસ્ટર પ્લાન

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી ‘મારૂં ગામ કોરોના મુક્ત ગામ’ રાજ્યવ્યાપી અભિયાન હેઠળ વિવિધ ગામોના સરપંચ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ જોડાયા હતા. કોરોના સામેની લડતમાં મહાનગરોની સાથે સાથે નાના ગામડાઓમાં રહેતા નાગરિક જાગૃત થાય અને સાવચેતીના પગલાં અનુસરે તેવા ઉદ્દેશથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. જિલ્લા કક્ષાએથી જિલ્લાના આગેવાનો તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતના આગેવાનો સહિત અધિકારીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

આ અંગે સી.એમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘આજે આપણે સંકલ્પ કરીએ કે, મારા ગામમાં કોરોનાના કેસ વધશે નહીં, મારું ગામ કોરોના મુક્ત બનશે. તે માટે 10 લોકોની કમિટિ બનાવીએ અને તેઓ આખા ગામની ચિંતા કરે. આજે આપણે સંકલ્પ કરીએ કે, મારું ગામ કોરોના મુક્ત બને. આપણે ગામના જે લોકોને શરદી ખાંસી કે કોરોનાનાં અન્ય લક્ષણો હોય તેમનો ટેસ્ટ કરાવીએ. હવે કોરોનાની બીજી લહેરથી આખા પરિવાર સંક્રમિત થાય છે એટલે સારવાર ત્વરીત મળી રહે તેવી વ્યવસ્થા કરીએ. તેમને સારવાર આપીએ.

Related Articles

Back to top button
preload imagepreload image