गुजरात

સુરત: યુવાને તરૂણીને પ્રેમજાળમાં ફસાવી, ફરવાનું કહીને લઇ ગયો ઘરે અને કર્યું ન કરવાનું કામ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી સગીરાને રત્નકલાકાર યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેને ફરવા જવાનું કહીને તેના સંબંધીના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટા પાડી લીધા હતા. જે બાદ આ ફોટા વાયરલ કરવાનું કહીને ધમકાવીને અનેક વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ થતા સગીરાના પરિવારે પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ કરતા યુવાનની અટકાયત કરવામાં આવી છે.

સુરતના માતાવાડી વિસ્તરમાં પોતાના પરિવાર સાથે રહેતી 15 વર્ષીય તરૂણી સતત ઉદાસ રહેતી હતી. જેથી પરિવારે આ તરુણીને પૂછ્યું કે તેને શું થયું છે. તરુણીએ પરિવારને કહ્યું કે, વરાછા ખાતે આવેલા ઘનશ્યામ નગર ખાતે રહેતા ગૌતમ કીડેયા નામના યુવાને તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી. ગત જનયુઆરીનાં ઉતરાણના દિવસે ફરવા જવાનું કરીને આ યુવાન તરુણીને તેના સંબંધીને ત્યાં લઇ ગયો હતો અને તેની સાથે શારિરીક સંબંધ બનાવ્યો હતો.

Related Articles

Back to top button