गुजरात

ભુજ થી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નવા કોચ સાથે રવાના થઈ

ભુજ

કાંતિલાલ સોલંકી

ભુજ થી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નવા કોચ સાથે રવાના થઈ. સંસ્થા દ્વારા નવાં કોચ માટે સતત માંગણી કરતાં બે વર્ષ પહેલાં નવાં LHB કોચ મંજૂર થયાં હતાં. કોઈ કારણસર LHB કોચ આવતાં વિલંબ થયું હતું.તા . ૨૯ માર્ચ નાં રોજ કચ્છ એકસપ્રેસ ૦૯૪૫૫/૫૬ માં નવાં કોચ સાથે ભુજ થી રવાના થઈ હતી.આ પ્રસંગે શ્રી કચ્છ પ્રવાસી સંઘ દ્વારા ટ્રેન ને ફુલ હાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.કચ્છ એકસપ્રેસ નાં ડ્રાઇવર, ગાર્ડ, સ્ટેશન માસ્તર શ્રી કે.કે.શર્મા નું શાલ ઓઢાડી બહુમાન કરીને સાથે મિઠાઇ આપવામાં આવી હતી. મુસાફરી કરતાં પ્રવાસીઓ નું મોઢુ મીઠું કરવામાં આવ્યું હતું.શ્રી કચ્છ પ્રવાસી સંઘ નાં વરીષ્ઠ સમિતી નાં શ્રી દામજી દેવજી લીમડા, રેલ્વે ડેવલપમેન્ટ કચ્છ પેસેન્જર્સ એસોસિએશન નાં પ્રમુખ શ્રી એ.વાય. અકબાની, મંત્રી શ્રી પ્રબોધ મુનવર, ભુજ મહાનગર પાલિકા નાં ઉપ પ્રમુખ શ્રીમતી રેશમાબેન ઝવેરી, શ્રી રજની પટવા, શ્રી મનસુખ નાગડાએ હાજરી આપી  હતી.

Related Articles

Back to top button