गुजरात

છોટાઉદેપુર: માનતા પૂર્ણ કરતી 200 વર્ષ જૂની પરંપરા, દોરડા પર માણસને લટકાવી ચકરડાને ઝડપથી ફેરવાય છે

છોટાઉદેપુુર: અદભૂત, આલૌકીક અને જીવ અધ્ધર કરી દે તેવી 200 વર્ષ જૂની પરંપરાને આજે પણ છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રૂમડિયા ગામના આદિવાસીઓ નિભાવી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે પણ ગામલોકોએ પોતાની આસ્થાને લઈ કોરોના નિયમોનું પાલન કરી વિધિ પૂરી કરી છે.

છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે હોળીનો મેળો યોજાયો હતો. જેને “ગોળફર્યુ”કહેવાય છે. આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદભૂત,અલૌકીક અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા. વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થળના સ્તંભ ઉપર એક આડા લાકડાનાં એક છેડે બાંધેલા દોરડા પર માણસ લટકે છે અને બીજા છેડાથી આઠ દસ માણસો મધ્યબિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકરડાને ઝડપથી ફેરવે છે.

Related Articles

Back to top button