રાજકોટ : જઘન્ય ઘટના! 12 વર્ષના બે તરૂણોએ તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ, છતનો દરવાજો બંધ કરી ઇજ્જત લૂંટી

રાજકોટ શહેરને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષની સગીરા પર 12 વર્ષના બે ટેણીયાઓએ સામુહિક દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બને બાળ આરોપીને સંકજામાં લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પૂર્વે સૌરાષ્ટ્ર યુનવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે અંતર્ગત ઓનલાઈન એજ્યુકેશનની આડ માં ટીનેજર્સ પોર્ન સાઈટ ના માધ્યમથી પોર્ન વીડિયો નિહાળી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે સ્વાભાવિક છે કે બાળકોમાં નાની ઉંમરે જ વિકૃતિ આવવી સ્વાભાવિક છે. ત્યારે નાની ઉંમરે આવેલી વિકૃતિ ટીનેજર્સને તેમજ તેમના માતા-પિતાને મોટી ચિંતામાં મૂકી દે તે પ્રકારની આવી શકે છે.
ત્યારે રાજકોટ શહેરમાં કંઈક આ જ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં બે ટીનેજર્સે તેમને તેમજ તેમના માતા-પિતાને મૂકી દીધા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના મોટા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રેતી 13 વર્ષની તરૂણીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા બે ટીનેજર્સ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સમગ્ર મામલે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમના જ એપાર્ટમેન્ટમાં બીજા માળે અને છઠ્ઠા માળે રહેતા 12 વર્ષીય તરુણો દ્વારા તેમની દીકરી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ફરિયાદીની દીકરી પાસે બેસવાનું હોય બંને તરુણે શ્વાનને લઈ અગાસી પર રમવા આવવા માટે કહ્યું હતું. ત્યારે તરુણી બંને શ્વાનને લઇ અગાસી પર પહોંચી હતી.