સુરત : ‘મેડમ અબ આપકે બદન પે એક ભી કપડા નહીં હોગા,’ વરાછાનો યુવક પહોંચી ગયો ‘જેલમાં’, કરી શરમજનક કરતૂત
સુરતના મોટા વરાછામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ભલભલા લોકો ચોકી જશે .એક યુવાને એક યુવતી સાથે મિત્રતા કરવા માટે તેણે યુવતીની મોટી બહેનને અર્ધનગ્ન ફોટો મોકલી જો આ આઈડી બ્લોક કરશે તો તેના ફોલોવર્સને મોકલી આપવાની ધમકી આપી આપતો હતો. જોકે યુવતી સાથે મિત્રતા કેળવ અને વિશ્વાસ આપવા કરેલ અકૃત્યને લઇને યુવાન પહોંચી ગયો છે જેલમાં.
સુરતમાં સતત સાઇબર ક્રાઇમ (Surat Cyber crime) ને લઇને અનેક ફરિયાદ સામે આવી છે. જોકે સુરત ના એક યુવાને ન કરવાનું કામ કરી નાખ્યું છે. એક યુવતી સાથે મિત્રતા કરવા માટે તેની બહેનના અર્ધનગ્ન ફોટા બનાવી સોસલમીડિયામાં વાઇરલ કરવાની આપી ધમકી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી યુવતી ના ઇન્સ્ટાગ્રામ આઇડી પર મહિના પૂર્વે ઇન્સેન ગેમર 046 નામના આઇડી પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં મોર્ફ અર્ધનગ્ન ફોટો હતો અને તેમાં ફેસયુવતી નો હતો અને લખ્યું હતું કે જો મને બ્લોક કરી દેશો તો સારૂ નહીં થશે.
જેથીયુવતી ચોંકી ગઇ હતી અને આઇડી બ્લોક કરી દીધું હતું. ત્યાર બાદયુવતીની બહેન ના આઇડી પર ગ્રો4334 પરથી યુવતીના ફેસ વાળો મોર્ફ ફોટો મેસેજમાં આવ્યો હતો. જેની જાણ યુવતીની બહેને એ યુવતી ને જાણ કરી હતી. બીજી તરફ ગ્રો4334 નામના આઇડી પરથી યુવતી પર પુનઃ મેસેજ આવ્યો હતો.