गुजरात

અમદાવાદ : ‘દાગીના ઉતારી દો નહિ તો અધિકારી પેંશન નહિ આપે,’ મહિલાએ 1.52 લાખની મત્તા ગુમાવી

અમદાવાદ: ઉંમર લાયક પુરૂષો અને મહિલાઓને કોઈ પણ બાબતનો ડર બતાવી અને તેમની સાથે છેતરપિંડીની ઘટનાઓ ઘટતી હોય છે, આ પ્રકારની જ એક ઘટના તાજેતરમાં અમદાવાદ શહેરમાં ઘટી છે,જેમાં મહિલાને પેંશનના નામે બીક બતાવી અને ગઠિયાઓ 1.52 લાખ રૂપિયાની ઠગાઈનો ભોગ બન્યા છે. શહેરમાં ફરી એક વાર વૃદ્ધા પેંશ ન યોજનાના નામે ઠગાઈનો ભોગ બની છે. શાક માર્કેટમાં મળેલી અજાણી મહિલા વૃદ્ધાને રિક્ષામાં બેસાડી લઈ ગઈ અને રસ્તામાં અધિકારી દાગીના જોઈને પેંશન નહિ આપે તેમ જણાવી દાગીના સહિતની 1.52 લાખની મતા લઈ ફરાર થઈ ગઈ હતી. વૃદ્ધા ને ઠગાઈ નો ભોગ બનતા તબિયત લથડી અને બાદમાં સાજા થતા પોલીસ ફરિયાદ  નોંધાવી હતી.

બાપુનગરમાં રહેતા 70 વર્ષીય ઉષાબહેન કડીયા ગત ઓકટોબર માસમાં તેમની પુત્રવધુ સાથે શાકમાર્કેટ ગયા હતા. તે દરમિયાન એક મહિલા તેમને મળી હતી. આ મહિલાએ પોતાનું આધારકાર્ડ બતાવ્યું હતું જેમાં સાયદા બીબી પઠાણ નામ લખ્યું હતું. આ મહિલાએ ઉષાબહેનને જણાવ્યું કે તે વિધવા બહેનોને પેંશન અપાવવાનું કામ કરે છે. બાદમાં આ મહિલાએ 10 હજાર મહિને પેંશન અપાવશે તેમ કહેતા ઉષાબહેન તે મહિલાના વિશ્વાસમાં આવી ગયા હતા. બાદમાં ઉષાબહેનને રિક્ષામાં બેસાડી રામેશ્વર મેન્ટલ બારી પાસે લઈ ગયા હતા.

Related Articles

Back to top button