गुजरात

વિરમગામઃ FB ફ્રેન્ડ યુવતી સાથે બિઝનેસમેન પોતાના ઘરમાં શરીર સુખ માણી રહ્યો હતો ને દરવાજો ખખડ્યો….

વિરમગામઃ શહેરના એક બિઝનેસમેનને ફેસબૂક ફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધવા ભારે પડી ગયા છે. યુવતીએ બિઝનેસમેને સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 2.45 લાખ પડાવી લીધા હતા. આ અંગે બિઝનેસમેને યુવતી સહિત છ લોકો સામે છેતરપિંડી, મારઝૂડ અને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસા પડાવી લીધા હોવાની ફરિયાદ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, વિરમગામ ખાતે રહેતા પરણીત બિઝનેસમેન અલ્પેશ એન. શાહ એક વર્ષ પહેલા ફેસબૂક પર પૂજા પ્રજાપતિ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન ગત 19મી ઓક્ટોબરે યુવતી વિરમગામ બિઝનેસમેનના ઘરે આવી હતી અને અહીં બંનેએ એકાંત માણ્યું હતું. બંને મજા કરી રહ્યા હતા, ત્યારે જ ઘરનો દરવાજો ખખડતા યુવકે દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ ચાર વ્યક્તિ ઘરમાં ઘૂસી ગઈ હતી અને અલ્પેશને બાજુમાં બેસાડી દીધો હતો.

બીજી તરફ બિઝનેસમેનની જાણ બહાર પૂજાએ અલ્પેશ સાથેના શારીરિક સંબંધનો વીડિયો મોબાઇલમાં બનાવી લીધો હતો, જે તેના સાથીદારો આવતાં તેમને આપી દીધો હતો. આ પછી આ શખ્સોએ વેપારીને વીડિયો બતાવી બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી અને તેને ફટકાર્યો હતો. આ પછી આ લોકો તેને તેના જ વાહનમાં બેસાડી હાઈ-વે પર ળઈ ગયા હતા. અહીં આ લોકોએ 2.45 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો અને પછી વેપારીને જવા દીધો હતો.

આ અંગે અલ્પેશ શાહે યુવતી સહિત છ શખ્સો સામે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે યુવકની ફરિયાદને આધારે પૂજા પ્રજાપતિ, સુલતાન, હિતો ગોહિલ, સહદેવ પ્રજાપતિ, ઇરફાન તથા શક્તિ નામના છ વ્યક્તિઓ સામે તપાસ શરૂ કરી હતી.

Related Articles

Back to top button