પત્રકારો પર ખોટા કેસ દાખલ કરી આમોદ પોલીસ બુટલેગર ને છાવરી રહી છે ભીમપુરાના ડેપ્યુટી સરપંચ ચલાવી રહ્યા છે દારૂનો વેપલો
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવેદ મલેક
આમોદ તાલુકાના ભીમપુરાના ડેપ્યુટી સરપંચ ચલાવી રહ્યા છે દારૂનો વેપલો , દારૂનો વ્યાપાર કરનાર આ ડેપ્યુટી સરપંચ નું નામ છે મનહર ચતુર વસાવા જેના ઉપર દેશી દારૂ તેમજ મારામારી જેવા અનેક ગુનાઓ નોંધાય ચૂક્યા છે ભીમપુરા ગામના આ ડેપ્યુટી સરપંચ દારુનું વેચાણ કરી રહ્યા હોવાની ઘટના કેમેરામાં કંડારાઈ ગઈ છે જેથી આ ગામના બીજા નંબરના નાગરિક ગણાતા આ ડેપ્યુટી સરપંચ ને ડેપ્યુટી સરપંચ મનહર ચતુર વસાવા કહેવાના બદલે તેનું નામ કરણ કરી તેનું નવું નામ બુટલેગર ડેપ્યુટી સરપંચ મનહર વસાવા પાડી દેવામાં એ ખોટું નથી લોક મુખે આ બુટલેગર ડેપ્યુટી સરપંચ મનહર વસાવાની ચર્ચાનો વંટોળ વાયુ વેગે ફૂંકાય રહ્યો છે
આ માથાભારે બુટલેગર ડેપ્યુટી સરપંચે અગાઉ દેશની ચોથી જાગીર કહેવાતા અને પ્રજાની વેદનાને નિઃસ્વાર્થ પણે વાચા આપનારા પત્રકારોને મારી તેમના ફોન લૂંટી લેવાની ઘટના અંગે પણ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ ચૂકી છે તેમજ ફરિયાદ નોધાયા ના થોડાક દિવસ પછી બુટલેગર મનહર વસાવાના પુત્ર દ્વારા પત્રકાર જાવિદ મલેકની દુકાન નીચે ઉભા રહી ગાજર બતાવી બીભત્સ માંગ કરી હોવાનો વિડિયો પણ સામે આવ્યો હતો
ગામ લોકોના પડખે ઊભા રહેવાના બદલે ગામના નવયુવાનોને દારૂના રવાડે ચઢાવનાર આ ભીમપુરા ગામનો બુટલેગર ડેપ્યુટી સરપંચ જ જાતે કરી રહ્યો છે દેશી દારુનું વેચાણ, દારુનું વેચાણ કરનાર આ ઈસમ બુટલેગર ડેપ્યુટી સરપંચ તેમજ તેના પરીવાર ઉપર આમોદ પોલીસ મથકે ઇંગલિશ તેમજ દેશી દારૂ નું વેચાણ તેમજ મારામારી જેવા કેટલાય ગુનાઓ નોધાઇ ચૂક્યા છે છતાં પણ તેમનું ડેપ્યુટી સરપંચ નું સભ્ય પદ હજુ સુધી રદ કરવાની કોઈ પણ કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી જેથી અનેક તર્કવિતર્કો સર્જાઈ રહી છે આમ તો આપણા આ ગાંધીના ગુજરાતમાં નશાબંધી છે પરંતુ નશા બંધી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે દેશી દારૂનો વેપલો મોટાપ્રમાણમાં આમોદ ખાતે ચાલી રહ્યો છે તે વાત ની સચ્ચાઈ ની સાબિતી સાર્થક થઈ રહી છે, કેમ કે જો આમોદ તાલુકામાં આવેલ ભીમપુરા ગામનો ડેપ્યુટી સરપંચ જ જો દેશી દારૂનો મોટા પાયે વેપલો ચલાવી ગામના નવયુવા ધન વેડફી રહ્યો છે તો આમ વ્યકિત દેશી દારૂનો વેપલો ચલાવે એ ખોટું નથી, હવે સવાલ એવો ઊભો થઈ રહ્યો છે કે આ દારૂનો વેપલો ચલાવવા માટે પરમિશન આપે છે કોણ ? તો જાણી લઈએ કે આજથી એક બે દિવસ પહેલા જ આમોદ તાલુકાના વાડિયા ગામેથી એક મહિલા એ દારૂના વેચાણ કરવા માટે હપ્તો આપવાની કબૂલાત કરી હતી તેમજ અગાઉ પણ એક બુટલગરે દારૂના વેચાણ માટે હપ્તો આપવાની કબૂલાત કરી હતી જેનો વિડિયો વાઇરલ થતાં સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી જ્યારે આજે ફરીવાર આમોદ ખાતે આવેલ ભીમપુરા ગામનો ડેપ્યુટી સરપંચ દારૂ વેચાણ કરી રહ્યો હોવાના વિડિયો એ ભારે ધુમ મચાવી છે હવે જોવું રહ્યું વારંવાર બૂટલેગરો દ્વારા દારૂનો વેપલો ચલાવવા માં આવતો હોય તેમ બૂટલેગરો દારૂ વેચાણ કરવા આમોદ પોલીસના જમાદારોને હપ્તો આપી રહ્યા હોવાની કબૂલાત કરી રહ્યા હોય જેથી આમોદ પોલીસ હવે એક્શન મૂડમાં આવશે કે પછી દીવા નીચે અંધાર પત છવાય લો રહેશે. પ્રશાસન દ્વારા હવે દારૂનું વેચાણ કરનાર ડેપ્યુટી સરપંચ નું સભ્ય પદ રદ કરશે કે પછી પ્રશાશન ભાગ લેશે તે જોવું રહ્યું