બોડેલી : ફેસબૂક પર મિત્ર બનાવી યુવતીને ધરે બોલાવી માતા, પિતાની હાજરીમાં જ યુવકે આચર્યું દુષ્કર્મ
બોડેલીના એક યુવકે સોશિયલ મીડિઆ પર એક યુવતીને મિત્ર બનાવી પ્રેમસંબંધ બાંધી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યાનો વીડિઓ યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી યુવતીના ફેસબુક પર અપલોડ કરી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા યુવક સહિત તેના માતા પિતા વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઇ તા.26 જાન્યુઆરીએ પીડિત યુવતીએ તેના ફેસબુક એકાઉન્ટ પર ધૃવ કામલીયા નામના યુવકે મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી હતી અને ત્યાર બાદ ધૃવે યુવતીને વાતોમાં ફસાવીને તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. જે બાદ તે વારંવાર યુવતીને વોટ્સએપ ઉપર મેસેજ કરી યુવતી સાથે વાત કરી તેના ઘરે બોલાવતો હતો. પરંતુ યુવતીએ તેને મળવાની કે વનાત કરવાની ના પાડી હતી. તે છતાં યુવાન સતત એક મહિના સુધી યુવતીને હેરાન કરતાં યુવતી કંટાળીને ધૃવ કામલિયા મળવા માટે ગઇ હતી. ત્યારે ઘૃવે કહ્યું હતું કે, તુ મને પસંદ છે, મારે તારી સાથે પ્રેમસંબંધ બાંધવો છે. ત્યારે યુવતીએ તેને સ્પષ્ટતાથી ના પાડી હતી.
જે બાદ પણ યુવાન તેને સતત ફોન અને મેસેજ કરીને ધમકાવતો હતો અને અપશબ્દો બોલીને યુવતીનું જીવવાનું હરામ કરી દીધું હતું. જેથી યુવતીએ આ બધી વાત તેની મોટી બહેનને કરી હતી. જે બાદ મોટી બહેને સમજાવ્યું હતું કે, તું આ વાત ગમે તેમ કરીને પતાવી દે. જેથી યુવતી મે મહિનામાં યુવકનાં ઘરે ગઇ હતી. તે સમયે યુવકના માતા ચારૂબેન અને પિતા હરીશ કામલિયા તથા બહેન ઘરમાં હાજર હતા એ બધાની હાજરીમાં યુવકે યુવતીને ઘરના ઉપરના રૂમમાં લઇ જઇ દરવાજો બંધ કરી દઇ જબરજસ્તી કરી યુવતી સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો.