गुजरात

વાગરા જીઇબી સામે ડોક્ટરના પરિવાર પર હુમલાનો પ્રયાસ..

Anil Makwana

વાગરા

રિપોર્ટર – જાવેદ મલેક

વાગરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર વાગરા વિદ્યુત બોર્ડ પાસે રહેતા ડોકટર રાહુલ સાંગલે ના પત્ની નિર્મલા બેન લાઈટ જતા સોસાયટીમાં ઘરની બહાર બેઠા હતા તે દરમિયાન ત્યાંથી પસાર થતા રાજુ પરમાર, સુરેશ મોસમવાળા અને જયંતિ સોલંકી માસ્તર નિર્મલા બેનને જોઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગેરવર્તન કરવા લાગ્યા હતા. એ દરમિયાન ઘરમાં હાજર પતિ રાહુલ સાંગ્લે અને પુત્ર પૃથ્વી ઘરની બહાર દોડી આવતા આરોપીઓ ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. ત્યારે રાજુ ભાઈના પત્ની સરસવતી અને જયંતિ ભાઈના પત્ની કૈલાશ બેન હાથમાં લાકડીઓ લઈને આવી પૃથ્વી સાંગલે ને સપાટા મારી દીધા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તકરાર મુદ્દે ડોક્ટરના પત્ની નિર્મલા બેને કૈલાશ બેન જયંતીભાઈ, સરસ્વતી બેન રાજુ ભાઈ, જયંતિ સોલંકી માસ્તર, સુરેશ મોસમવાળા તેમજ રાજુ પરમાર વિરૂદ્ધ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષોની આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button