પાંડુરંગ શાસ્ત્રી વિરુદ્ધ મેસેજ કરનાર સામે પોલીસ ફરિયાદ, સ્વાધ્યાય પરિવારની લાગણી દુભાઈ
અમદાવાદ: સ્વાધ્યાય પરિવારના દાદા પાંડુરંગ શાસ્ત્રી, જયશ્રી દીદી, જમાઈ અને પરિવાર વિરુદ્ધ ખોટી વાતો ઉપજાવી કાઢતો મેસેજ વડોદરા ના એક શખશે મોકલતા મામલો પોલીસસ્ટેશન પહોંચ્યો છે. આ મેસેજ કરનાર સામે બાપુનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ઠક્કરબાપા નગરમાં રામેશ્વર પાર્કમાં છેલ્લા 10 વર્ષથી દવાખાનું ચલાવતા ડૉ.ધીરજ સેફાભાઈ બલદાણીયાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી પ્રેરિત સ્વાધ્યાય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. ગત 1મેના રોજ વડોદરાના આશિષ ભટ્ટ નામના વ્યક્તિએ એક મેસેજ કર્યો હતો. આ મેસેજમાં દાદા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, તેમના દીકરી જયશ્રી દીદી અને જમાઈ વિરુદ્ધ ઉપજાવેલી અને વાહિયાત વાતોનો ઉલ્લેખ કર્યો હતો. આ મેસેજથી સ્વાધ્યાય પરિવારના લોકોની લાગણી દુભાય તેમજ ધાર્મિક એકતા અને કોમી એખલાસને હાનિ પહોંચાડે તેવો મેસેજ હતો.
આ મેસેજમાં દાદા પાંડુરંગ શાસ્ત્રીએ અને જયશ્રી તલવલકરે ભગવાન યોગેશ્વરનું નામ આપી ભગવાન ગોવિંદની ગીતાનો ઉપદેશ આપતા આપતા અપૌરુષ લક્ષ્મી ભેગી કરવાના બહાને અબજો રૂપિયાની મિલકતો અનેક ચેરીટીઓ ટ્રસ્ટોમાં સંગ્રહખોરી કરી રાખ્યા છે, જે સમાજનું ધન છે. દાદા પોતાના જન્મદિવસ 19 ઓક્ટોબર,1920ના દિવસે મનુષ્ય ગૌરવ દિન બનાવી ભાવ સમર્પણ પૂજા યોગેશ્વર કૃષિ મત્સ્ય ગંધા દ્વારા મચ્છી મરાવી શ્રી દર્શનના પ્રયોગો કરાવી આજે અનેક દાયકાઓથી પૈસા ભેગા કરી પોતે આઠવલે પરિવારની દત્તક દીકરી દીદી જયશ્રી અને તેના જમાઈ ને લૂંટ નથી કરી તે કેમ હું ન કહું, આજ ટ્રસ્ટના પૈસે તે ફાઈવ સ્ટાર જીવન જીવે છે. લાખો લોકો ગુજરાત મહારાષ્ટ્રમાં મનુષ્યો કોરોના વાઈરસથી પીડિત છે, ત્યારે તેના પૈસા જે પાંડુરંગ શાસ્ત્રી કે જયશ્રી દીદી મિલકત જ નથી તે પરત કરે. ગુજરાત મહારાષ્ટ્રના જરૂરિયાતમંદ ને આપી દે. આજે ડભોઈ મુકામે ઋષી પ્રેમ વર્ધન ટ્રસ્ટનો નાશ કરી શ્રીધર વાટીકાના બેનર નીચે દાદા પાંડુરંગ નિવાસને કેમ તોડી પાડ્યું? સ્વ પૂજ્ય ઇશ્વરલાલ લલ્લુભાઈ પટેલ અને અન્ય ખેડૂતો શું આ નિવાસનો આખો સેકન્ડ ફ્લોર તોડવા દેત? જૂના સ્વાધ્યાયીને હડધૂત કરનારી દીદી આજે કોરોના વાયરસ મહામારીની બીમારીનો ભોગ બનેલી પ્રજાને તેના હક્કના પૈસા દબાવવાનો કોઈ હક્ક નથી. 19 ઓક્ટોબર, 1920 મનુષ્ય ગૌરવ દિનનું 100મું વર્ષ ચાલી રહ્યું છે. જેમાં ગોવિંદ ભગવાનનો ઉપયોગ બરાબર થયો પણ આ 19 અને કોવિંદનું જુદું જ રૂપ બની રહ્યું છે. મનુષ્ય ગૌરવ દિનના નામે જબરજસ્ત દગો થયો તેનું આ 100મું જન્મ વર્ષ ચાલી રહ્યું છે. કોવિડ-19 2020 મહાવિનાશી હત્યારો વાઈરસનો પ્રથમ જન્મ વર્ષ ચાલે છે.તે મનુષ્ય માટે હત્યારો સાબિત થયો છે.