રશિયા સાથે શાંતિ સમજૂતી માટે અમેરિકાએ જૂનની અંતિમ સમય રેખા આપી છે : ઝેલેન્સ્કી | US has given June deadline for peace deal with Russia: Zelensky

![]()
– યુક્રેનનાં એનર્જી-ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર રશિયા સતત હુમલા કરી રહ્યું છે આમ છતાં શાંતિ મંત્રણાનો બીજો દોર ફલોરિડાના માયામીમાં યોજાવાનો છે
કીવ : પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકાએ રશિયા અને યુક્રેન બંનેને યુદ્ધ બંધ કરવા માટે આ વર્ષના જૂનની આખરી સમય રેખા આપી છે. દરમિયાન અમેરિકા બંને દેશો ઉપર શાંતિ-મંત્રણામાં ભાગ લેવા દબાણ કરી રહ્યું છે. આમ છતાં રશિયા યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઉપર હુમલા કરી રહ્યું છે તેથી યુક્રેનમાં વિદ્યુત પુરવઠો તૂટી રહ્યો છે.
પત્રકારો સાથેની વાતચીતમાં યુક્રેનના પ્રમુખે વધુમાં કહ્યું હતું કે શાંતિ મંત્રણાનો બીજો દોર અમેરિકાનાં ફલોરિડા રાજ્યનાં માયામીમાં યોજાવાનો છે, તે ત્રિપક્ષીય મંત્રણામાં યુક્રેન ભાગ લેશે.
દરમિયાન ગઈ રાત્રે જ રશિયાએ યુક્રેનના એટમિક પાવર પ્લાંટ ઉપર હુમલા કરી યુક્રેનનો વીજ પૂરવઠો ઘણે અંશે ખોરવી નાખ્યો છે. આ હુમલાથી વિદ્યુત ઉત્પાદન ઉપર ગંભીર અસર પડી છે. તેથી યુક્રેનની પાવર ગ્રીડ ઘણા મોટા ભાગે તૂટી પડતાં યુક્રેનનાં અસંખ્ય ઘરોમાં વીજ પુરવઠો કપાઈ ગયો છે.
ઝેલેન્સ્કીએ આગળ કહ્યું હતું કે વોશિંગ્ટને યુદ્ધ વિરામનું સૂચન કર્યું છે અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર બોમ્બ કે મિસાઇલ વર્ષા નહીં કરવા પ્રમુખ પુતિનને જણાવ્યું છે.



