અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire Safety 17 Coaching Centres Institutes Issued Notices 1 Sealed

![]()
Ahmedabad Fire Safety Drive: દિલ્હીની હોટેલની ઘટના બાદ જેવી રીતે અમદાવાદ શહેરમાં હોટેલ-રેસ્ટોરન્ટમાં ચકાસણી કરવામાં આવી રહી છે, તેવી રીતે હવે લખનૌની ઘટના બાદ આજે શિક્ષણ સંસ્થાઓમાં મ્યુનિ.ના ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 17 ટ્યુશન ક્લાસ, શિક્ષણ સંસ્થાને ફાયર સેફ્ટીની ખામી બદલ નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે એક સંસ્થા સીલ કરાઈ છે.
17 શિક્ષણ સંસ્થાઓને નોટિસ
અમદાવાદ શહેરના વસ્ત્રાલ, થલતેજ, સેટેલાઇટ, માનસી ચાર રસ્તા, નવરંગપુરા, નારણપુરા વગેરે વિસ્તારમાં આજે સવારથી જ મ્યુનિ.ના ફાયર બ્રિગેડે શિક્ષણ સંસ્થાઓમાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ એક્સપાયર્ડ થયેલું હોવાથી નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટને સીલ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે ફાયર એક્સટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, વિદ્યુત સુરક્ષા, અવરજવરના માર્ગો વગેરે પાસાઓમાં ખામી બદલ 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. હોટેલ, રેસ્ટોરન્ટની માફક નિયત મુદતમાં આ સંસ્થાઓ દ્વારા પણ ફાયર સેફ્ટીને લગતી ખામીઓ સુધારવામાં નહીં આવે તો સંસ્થા સીલ કરવા સહિતના પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 3માં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 19 તાલુકા ભીંજાયા
સીલ કરાયેલી સંસ્થાઓ (નોટિસ પાઠવેલ ક્લાસીસ)
એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટ
આકાશ એજ્યુકેશન સર્વિસિઝ
અલોહા ક્લાસિસ
અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ
અનએકેડેમી
આયાતન એકેડેમી
પી.એમ. ભટ્ટ ટ્યુશન ક્લાસ
સિગ્મા નોવો ક્લાસિસ
ફ્યુચર પથ એજ્યુકેશન
આહુજા એજ્યુકેશન
યશ ક્લાસિસ
પરેશ જે. સોલટ ક્લાસિસ
જી-ટેક કમ્પ્યુટર એજ્યુકેશન
દ્વારકેશ એજ્યુકેશન
યથાશક્તિ એજ્યુકેશન
જે.કે. શાહ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ
રાજશ્રી સ્ટડી સેન્ટર



