પાલિતાણામાં કફ સિપરનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો | Man caught selling cough syrup in Palitana

![]()
પાલિતાણા
ટાઉન પોલીસમાં બે શખ્સ સામે ગુનો નોંધાયો
નશાકારક
કફ સિરપની ૧૮ બોટલ સહિત કુલ રૃ.૧૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગર –
પાલિતાણામાં નશાકારક કફ સિરપનું વેચાણ કરતા શખ્સને પાલિતાણા
ટાઉન પોલીસે કફ સિરપની ૧૮ બોટલ સાથે ઝડપી લઈ કુલ બે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
પાલિતાણા
તળેટી રોડ માનસિંહજી હોસ્પિટલ પાસે મયુર એન્ડ જય વાલમ ટ્રાવેલ્સની ઓફિસમાં મુકેશ
હિંમતભાઈ રાઠોડ (રહે.બહારપરા,
પાલિતાણા) કોડેઈન ફોસ્ફેટનું ઘટક તત્વ ધરાવતા કફ સિરપનું વેચાણ કરતો
હોવાની બાતમી પાલિતાણા ટાઉન પોલીસને મળતા પાલિતાણા ટાઉન પોલીસે તપાસ કરતા
બાતમીવાલા સ્થળેથી નશાકારક કફ સિરપની ૧૮ બોટલ સહિત કુલ રૃ.૧૦,૪૦૦ના મુદ્દામાલ સાથે મુકેશ હિંમતભાઈ રાઠોડને ઝડપી લઈ પુછપરછ કરતા સુરત
ખાતે રહેતા ગૌસ્વામી પાસેથી સિરપની બોટલ મંગાવીને છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત
આપતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



