गुजरात

પ્રેમીએ લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ફાંસો ખાઇ લીધો | A frustrated divorcee hanged herself after her lover refused to marry her



વડોદરા,પ્રેમીએ  ૮ વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યા પછી લગ્નની ના પાડી દેતા હતાશ થયેલી ડિવોર્સીએ ઘરે ગળા ફાંસો ખાઇ લીધો હતો. રાવપુરા  પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાવપુરા વિસ્તારમાં  રહેતા જ્યોતિબેન ( ઉં.વ.૪૪) ને બે સંતાનો છે. પતિ સાથે અણબનાવ થતા ૧૦ વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેઓ પુત્ર અને પુત્રી સાથે રહેતા  હતા  અને એક રિસર્ચ કંપનીમાં નોકરી કરતા હતા.  આજે સવારે પુત્ર ટ્રેનિંગ માટે  ગયો હતો અને પુત્રી મામાના ઘરે ગઇ હતી. ત્યારે તેમણે ઘરે ગળા  ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે તેમના મામા  એ રાવપુરા પોલીસમાં જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને તપાસ દરમિયાન મૃતકના પર્સમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં  પ્રેમીએ દગો કર્યો  હોવાનો ઉલ્લેખ છે. ડિવોર્સ થયા પછી મહિલાને વિશાલ નામના એક યુવક સાથે સંબંધ  હતો. તે યુવકે મહિલાને લગ્નની લાલચ આપી છેતરી હતી. થોડાસમય પહેલા મહિલાને જાણ થઇ હતી કે, તેની સાથે સંબંધ રાખતા યુવકને અન્ય મહિલા સાથે પણ સંબંધ છે. જેથી, બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. મહિલાએ લગ્ન માટે દબાણ કરતા યુવકે લગ્ન કરવાની ના પાડી દેતા તેઓને લાગી આવ્યું હતું. તેના કારણે જ મહિલાએ આપઘાત કર્યો હોવાની શક્યતા હાલ સેવાઇ રહી છે. મહિલાના મોબાઇલ ફોનમાંથી પણ  પોલીસને પ્રેમી સાથે થયેલી ચેટ મળી આવી છે.



Source link

Related Articles

Back to top button