दुनिया

યુનિસેફનું એલર્ટ : ઈબોલાનું વધતું કોમ્યુનિટી ટ્રાન્સમિશન, 30 લાખ બાળકોનું સ્વાસ્થ્ય ખતરામાં | UNICEF Warns Ebola Community Transmission Puts Three Million Children At Risk In Congo


UNICEF Warns Ebola Community Transmission : વિશ્વભરમાં ઇબોલા વાયરસ ફરી એકવાર સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બનીને ઉભર્યો છે. 15 મેના રોજ આ પ્રકોપની સત્તાવાર જાહેરાત થયા બાદ, હવે ઇબોલાના કેસોની સંખ્યા વધીને 1,048 થઈ ગઈ છે, જેમાં 267 લોકોના મોત પણ સામેલ છે. હાલમાં મૃત્યુદર 25.5 ટકા નોંધાયો છે. દર અઠવાડિયે વધી રહેલા કેસો કોમ્યુનિટી ટ્રાન્સમિશન (સમુદાયમાં સંક્રમણ) તરફ ઈશારો કરે છે. આ દરમિયાન યુનિસેફ (UNICEF) દ્વારા જાહેર કરાયેલી ચેતવણીએ ચિંતામાં મોટો વધારો કર્યો છે.

બુંડીબુગ્યો સ્ટ્રેન અને વેક્સિનનો અભાવ: ઇબોલાના આ પ્રકોપ માટે ‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ (Bundibugyo Strain) જવાબદાર માનવામાં આવે છે, જેના બચાવ માટે હાલમાં કોઈ વેક્સિન કે અસરકારક ઈલાજ ઉપલબ્ધ નથી. કોંગો (DRC)ના ઈતુરી પ્રાંતના વિસ્થાપિત કેમ્પોમાં ભારે ભીડ અને સાફ-સફાઈના અભાવે આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વિસ્તારમાં 2.70 લાખથી વધુ લોકોએ આશરો લીધો છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે.

30 લાખ બાળકો અને કિશોરો પર ગંભીર જોખમ: યુનિસેફના અહેવાલ મુજબ, 31 પ્રભાવિત વિસ્તારોમાં રહેતા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના આશરે 29.5 લાખ બાળકો અને કિશોરો ગંભીર ખતરામાં છે, જે ત્યાંની કુલ વસ્તીના લગભગ 54 ટકા છે. આ બાળકો માત્ર વાયરસના કારણે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સેવાઓ અને અન્ય સુવિધાઓ ખોરવાઈ જવાના કારણે પણ જોખમમાં છે.

યુનિસેફનું એલર્ટ : ઈબોલાનું વધતું કોમ્યુનિટી ટ્રાન્સમિશન, 30 લાખ બાળકોનું સ્વાસ્થ્ય ખતરામાં 2 - image

બાળકો માટે વધુ જીવલેણ: ઇબોલાના કુલ કન્ફર્મ કેસોમાં 15 ટકા બાળકો છે, પરંતુ કુલ મોતમાં બાળકોની સંખ્યા 25 ટકાથી વધુ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, પુખ્ત વયના લોકોની સરખામણીએ બાળકોમાં ઇબોલાના કારણે મોતનું જોખમ લગભગ બે ગણું (ડબલ) છે. ઇતુરીમાં અત્યાર સુધીમાં 135 એવા બાળકોની ઓળખ થઈ છે, જેઓ ઇબોલાના કારણે અનાથ થયા છે.

કુપોષણ અને અન્ય રોગોનું જોખમ

ઈતુરી પ્રાંતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના અડધાથી વધુ બાળકો પહેલેથી જ લાંબા સમયથી કુપોષણનો શિકાર છે. અહીં રસીકરણની સ્થિતિ પણ ઘણી નબળી છે, જ્યાં 5 માંથી 1 બાળકને ડિપ્થેરિયા, ટિટનેસ અને કાળી ખાંસીની પ્રથમ રસી પણ મળી નથી. કુપોષણને કારણે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, જેના કારણે ઇબોલા વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. ઇબોલાના શરૂઆતી લક્ષણો મેલેરિયા જેવા હોવાથી તેની ઓળખ પણ મુશ્કેલ બની રહી છે.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધમાં ઈઝરાયલ-USથી વધુ ભારતીયોના મોત, જુઓ કતારથી ઓમાન સુધીનો સંપૂર્ણ રિપોર્ટ

યુનિસેફનું એલર્ટ : ઈબોલાનું વધતું કોમ્યુનિટી ટ્રાન્સમિશન, 30 લાખ બાળકોનું સ્વાસ્થ્ય ખતરામાં 3 - image

યુનિસેફનું શું કહેવુ છે?

યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેથરિન રસેલે જણાવ્યું હતું કે, ‘બાળકો સૌથી વધુ અસુરક્ષિત છે. ઇબોલા ઉપરાંત બાળકો સામાજિક ભેદભાવ, માનસિક તણાવ અને હિંસાનો ભોગ બની રહ્યા છે. આ કટોકટીનો સામનો કરવા માટે યુનિસેફ આગામી 6 મહિના માટે પ્રારંભિક તબક્કે 7.07 કરોડ અમેરિકી ડોલર (USD) ની સહાયની માંગ કરી રહ્યું છે, જેમાંથી 2 કરોડ ડોલર હજુ સુધી મળી શક્યા નથી.’ રસેલનું કહેવુ છે કે, ‘બાળકોની સુરક્ષા માટે યોગ્ય સંસાધનોની ઉપલબ્ધી ખુબજ જરૂરી છે. પરંતુ હજુ પણ કેટલાક સ્થળોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.’



Source link

Related Articles

Back to top button