गुजरात

પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandhinagar dcf gangacharan singh naswadi liquor statement shala praveshotsav



Gujarat Dry State Reality: ગાંધીનગરના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડૉ. ગંગાચરણ સિંહે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના સેંગપુર ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપેલા એક નિવેદનથી ભારે ખળભળાટ મચી ગયો છે. સરકારી કાર્યક્રમના મંચ પરથી જ ઉચ્ચ અધિકારીએ સ્વીકાર્યું કે આ આદિવાસી અને સરહદી વિસ્તારમાં લોકો સવારે ચા પીવાને બદલે દારૂ પીવે છે અને નાસ્તાની જગ્યાએ પણ માત્ર દારૂનું સેવન કરે છે. રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે એક જવાબદાર સરકારી અધિકારીનો આ ખુલાસો વાસ્તવિક પરિસ્થિતિની પોલ ખોલે છે અને દર્શાવે છે કે જમીની સ્તરે દારૂબંધીનું ચિત્ર કંઈક અલગ જ છે.

સામાજિક દૂષણોથી દૂર રહેવાનો હેતું પણ સમજાવ્યો

દારૂબંધીની આ કડવી વાસ્તવિકતા ઉજાગર કરવાની સાથે અધિકારી માર્ગદર્શક તરીકે વિદ્યાર્થીઓને સાચી સમજણ પણ આપી હતી. તેમણે મંચ પરથી વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, જે બાળકો કુપોષિત છે અને વાલીઓ સવારથી જ વ્યસનમાં ડૂબેલા રહે છે તેમને ‘પિતા’ કહેવા જોઈએ નહીં. આ ડંકાની ચોટ પર અપાયેલી શીખ પાછળનો હેતુ બાળકોમાં નાનપણથી જ વ્યસન મુક્તિના સંસ્કારો રેડવાનો અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા સામાજિક દૂષણોથી દૂર રહેવાનો પણ હતો.

આ પણ વાંચો: AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ

અધિકારીએ માત્ર વ્યસનની સમસ્યા જ નહીં, પણ તેના કારણે પરિવારો પર થતી ગંભીર અસરો તરફ પણ સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે કાર્યક્રમ દરમિયાન કુપોષિત બાળકોને શોધી કાઢીને સ્ટેજ પર લાવી વાલીઓની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વાલીઓને ટકોર કરી કે દારૂ પાછળ પૈસા વેડફવાને બદલે બાળકોના સારા ખોરાક અને સ્વાસ્થ્ય પાછળ ધ્યાન આપે. આમ, આ ઘટના સરકારી નીતિઓની મર્યાદાઓ ખોલવાની સાથે-સાથે નવી પેઢીને વ્યસનમુક્તિ અને સુપોષણ તરફ વાળવાનો પ્રયાસ પણ બની રહી.



Source link

Related Articles

Back to top button