गुजरात

AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ | amc assistant senior clerk recruitment Ahmedabad


AMC Assistant Senior Clerk Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રોજગારીની એક સુવર્ણ તક બહાર પાડવામાં આવી છે. AMC દ્વારા વહીવટી કેડરમાં ‘સહાયક સીનિયર કલાર્ક’ની ખાલી પડેલી કુલ 250 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આગામી 7 જુલાઈ સુધી ઓનલાઇન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે, ત્યારે ચાલો જાણીએ ભરતી માટે યોગ્ય લાયકાત અને શું છે પગારધોરણ.

7 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

AMC દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, જાહેરખબર ક્રમાંક 02/2026-27 અંતર્ગત સહાયક સીનિયર કલાર્ક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લાયક ઉમેદવારો આગામી 7 જુલાઈ, 2026 ના રોજ રાત્રે 23:59 વાગ્યા સુધી AMC ની સત્તાવાર વેબસાઇટ amcmodules.ahmedabadcity.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે.

કુલ 250 જગ્યાઓ

AMCમાં સહાયક સીનિયર કલાર્કની 250 જગ્યા પર ભરતી, જાણો લાયકાત અને પગાર ધોરણ 2 - image

લાયકાત અને અનુભવના માપદંડ

શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં 50% કે તેથી વધુ ગુણ સાથે સ્નાતક (Bachelor Degree) હોવો અનિવાર્ય છે. 

અનુભવ: સરકારી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, અર્ધસરકારી, બોર્ડ, નિગમ અથવા કંપની એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થામાં વહીવટી કેડરનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 

કોમ્પ્યુટર જ્ઞાન: ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ અથવા ધોરણ 10/12 માં કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ. જો હાલ પ્રમાણપત્ર ન હોય, તો હાજર થયાના એક વર્ષમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 

પગાર ધોરણ અને વયમર્યાદા

પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પ્રથમ 3 વર્ષ માટે રૂપિયા 26,000/- ફિક્સ માસિક વેતન આપવામાં આવશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે લેવલ-4 પે-મેટ્રિક્સ (રૂ. 25,500 – 81,100) અને નિયમ મુજબના અન્ય ભથ્થાં મળવાપાત્ર થશે. વયમર્યાદાની વાત કરીએ તો, અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જોકે, અનામત વર્ગના અને મહિલા ઉમેદવારોને નિયમ મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. 

અરજી ફીની વિગત

બિન અનામત (General) વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500/- નક્કી કરાઈ છે. જ્યારે EWS, SEBC, SC અને ST વર્ગના ઉમેદવારો માટે ફી રૂપિયા 250/- રહેશે. દિવ્યાંગ ઉમેદવારોને કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 9 જુલાઈ 2026 રહેશે. વધુ વિગતો અને અપડેટ્સ ઉમેદવારો કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ ahmedabadcity.gov.in પરથી મેળવી શકશે.



Source link

Related Articles

Back to top button