गुजरात

વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી | Vadodara : Car Packed With Beer Cans Seized On Ajwa Road



Vadodara : વડોદરાના આજવા રોડ વિસ્તારમાં બીયરના ટીન ભરેલી કારને પોલીસે ઝડપી પાડી ખેપીયાની પૂછપરછ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે, જે દરમિયાન આજે અટલાદરા તેમજ આજવા રોડ પરથી દારૂ ભરેલા બે વાહન પકડાયા હતા. 

આજવા રોડ મહાવીર હોલ પાસે પોલીસે એક કારને ચેક કરતા અંદરથી રૂ 51000 ની કિંમતના બિયરના 408 ટીન મળી આવ્યા હતા. પોલીસે કારચાલક હરેશ મેઘલાભાઈ રાઠવા (સિંહદા ગામ, કવાટ,છોટાઉદેપુર) ને ઝડપી પાડી પૂછપરછ કરતા દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રહેતા જંગુએ મોકલ્યો હોવાની તેમજ ગોરવાના સોએબ શેખને આપવાનો હોવાની વિગતો ખુલતા પોલીસે મોબાઈલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button