गुजरात

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Turns Dry With 84% Rainfall Shortfall Monsoon Wait Continues


Gujarat Rainfall: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોમાસાના ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. જોકે, હજુ ચોમાસાના સત્તાવાર આગમન માટેનો ઈંતેજાર લંબાય તેવું ચિત્ર સામે આવ્યું છે. અત્યારસુધી ગુજરાતમાં વરસાદની 84 ટકા ઘટ છે. વરસાદની સૌથી વધુ ઘટ ધરાવતા રાજ્યમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે.

25મી જૂન સુધીમાં ચોમાસાના પ્રારંભની વકી

ગુજરાતમાં ગયા વર્ષે 14મી જૂનના જ ચોમાસાનું આગમન થઈ ગયું હતું. જેની સરખામણીએ આ વખતે 25મી જૂન સુધીમાં ચોમાસાનું આગમન થાય તેવી સંભાવના છે. ચોમાસું સામાન્ય કરતાં મોડું પહોંચવાનું મુખ્ય કારણ દક્ષિણ-પશ્ચિમ તરફના પવનની નબળાઈ અને વાતાવરણમાં અનુકૂળ પરિબળોના અભાવે ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા ધીમી પડી છે. ચોમાસાની ગતિ લગભગ બે સપ્તાહ સુધી અટકી જવાનું છે. હવામાન નિષ્ણાતોના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબી સમુદ્ર તરફના પવનની નબળાઈ અને વાતાવરણમાં અનુકૂળ પરિબળોના અભાવે ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા ધીમી પડી છે.

ગુજરાત વરસાદમાં બન્યું 'ડ્રાય સ્ટેટ', હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા 2 - image

આ પણ વાંચો: વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન

ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ભેજવાળા પવન પૂરતા પ્રમાણમાં નહીં પહોંચવા તે પણ એક કારણ છે. હવામાન વિભાગ મુજબ હવે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે અને ચોમાસું દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 24થી 48 કલાક જ્યારે મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં ત્યારબાદના 2-4 દિવસમાં ચોમાસાની ચોમાસું હવે સક્રિય થવાની સંભાવના સત્તાવાર એન્ટ્રીની શક્યતા છે. આમ, હોવાથી ખેતી, જળાશયમાં રાહત મળી શકે છે.

પ્રી મોન્સૂન એક્ટિવિટી: 46 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને સોમવારે (22મી જૂન) 48 તાલુકામાં બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં સૌથી વધુ બે ઈંચ, સુરતના ઉમરપાડામાં 1.75 ઈંચ, નર્મદાના 1.50 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. અન્યત્ર જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો તેમાં તાપીના ઉકાઈ, વલસાડ, સુરતના અરેઠ અને અંબિકાનો સમાવેશ થાય છે.



Source link

Related Articles

Back to top button