गुजरात

અમદાવાદ : રાધીકા જીમખાના કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થઇ જનાર શુટર ઝડપાયો | ahmedabad crime branch nabbed accused who jumped parrol in Radhika gymkhana firing case



અમદાવાદ,રવિવાર

શહેરના ઓઢવમાં આવેલા રાધીકા જીમખાનામાં વર્ષ 1992 અબ્દુલ લતીફ અને બુટલેગર હંસરાજ ત્રિવેદીની ગેંગ વચ્ચેની વોર અનુસંધાનમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નવ શખ્સોની હત્યા થઇ હતી. આ કેસમાં લતીફ માટે કામ કરકા શુટર મોહમ્મદ તસ્લીમને કોર્ટ આજીવન કેસની સજા ફટકારી હતી. જે વર્ષ 2019માં પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો હતો. જેને ક્રાઇમબ્રાંચે  રાજસ્થાનથી ઝડપી લીધો હતો. 1990ના દાયકામાં અમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ લતીફ ગેંગનો આતંક હતો. જેમાં લતીફને તેના કટ્ટર હરીફ ગણાતા અન્ય ગેંગસ્ટર અને બુટલેગર હંસરાજ ત્રિવેદી સાથે સીધી જંગ ચાલતી હતી.જેમાં લતીફે બદલો લેવા માટે 3જી ઓગસ્ટ 1992ના રોજ તેના માટે કામ કરતા શુટર મોહમ્મદ તસ્લીમ અને અન્ય સાથીદારોએ ઓઢવમાં આવેલા રાધીકા જીમખાના પર હુમલો કરાવીને એકે 47થી  અંધાધુંધ ફાયરીંગ કરાવીને નવ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મોહમ્મદ તસ્લીમને આજીવન કેદની સજા થઇ હતી.

પરંતુ, વર્ષ 2019માં તે પેરોલ મેળવીને ફરાર થઇ ગયો હતો. ત્યારે સાત વર્ષથી ગુજરાત પોલીસ પાસે તેની કોઇ કડી નહોતી. બીજી તરફ અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીઆઇ આઇ એન ઘાસુરાના સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે તસ્લીમ પોલીસથી બચવા માટે સતત તેની ઓળખ અને નામ બદલીને અલ અલગ રાજ્યોમાં ફરતો રહે છે. હાલ તે રાજસ્થાનમાં  છે. જેના આધારે ટેકનીકલ સર્વલન્સના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને સાબરમતી જેલમાં મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોઇપણ ગેંગ વોરમાં ગુજરાતમાં પ્રથમવાર લતીફ ગેગ દ્વારા ફાયરીંગમાં એકે 47નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button