गुजरात

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16 બુટલેગરો સામે ગુનો | ahmedabad police chase liquor bootleggers seized 30 lakh foreign booze rath yatra



Ahmedabad Police Liquor Seizure Rath Yatra: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ અમદાવાદમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. બીજા રાજ્યોમાંથી કોઈ પણ રોકટોક વગર વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. પોલીસ નાકાબંધીના દાવા કરે છે, તો પછી અન્ય રાજ્યોમાંથી અમદાવાદ સુધી દારૂનો જથ્થો કેવી રીતે પહોંચી રહ્યો છે? રથયાત્રા પહેલાં પોલીસે દારૂના દૂષણને ડામવા કમર કસી હતી.

ગઈકાલે મોડી રાત્રે મહેસાણાથી દારૂનો જથ્થો ભરીને આવતી કારોનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, લાખો રૂપિયાની લક્ઝરી કાર આ દારૂ ભરેલી ગાડીઓનું પાયલોટિંગ કરી રહી હતી. પોલીસે એક કારને ઘાટલોડિયા અને બીજી કારને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંકરિયા પાસેથી ઝડપી પાડી હતી. આમ, અમદાવાદના કાગડાપીઠ, મેઘાણીનગર, માધુપુરા અને એરપોર્ટ વિસ્તારમાંથી રૂપિયા 30 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ પકડીને 16 બુટલેગરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

PCBએ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને રિંગ રોડ પર મહેસાણાથી પાયલોટિંગ સાથે આવતી દારૂ ભરેલી કારોનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જેમાં એક કારને ઘાટલોડિયા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવી હતી, જ્યારે બીજી કારનો પીછો કરીને તેને કાંકરિયા પાસેથી ઝડપી લેવાઈ હતી. કાગડાપીઠ પોલીસે રૂપિયા 10.57 લાખના વિદેશી દારૂ સાથે 13 બુટલેગરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મેઘાણીનગર પોલીસે નીરજ ભાવસાર તથા નરેન્દ્રસિંહ ચૌહાણ સામે ગુનો નોંધી તેમની પાસેથી રૂપિયા 6.36 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો હતો.

તેમજ માધુપુરા પોલીસે ગુજરાત જીનિંગ મિલ કમ્પાઉન્ડમાંથી વિનીત હરવાણી સામે ગુનો નોંધી તેની પાસેથી રૂપિયા 6 લાખનો દારૂનો જથ્થો પકડ્યો હતો. આ ઉપરાંત, એરપોર્ટ વિસ્તારમાંથી પણ રૂપિયા 7.29 લાખનો દારૂનો જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button