दुनिया
'હવે મૂંગા રહેશો ?' : ઇઝરાયેલી રાજદૂતનો યુ.એન.નાં અઘિકારી સાથે ખુલ્લા ખુલ્લા ઝઘડો


– ન્યૂયોર્કમાં યોજાયેલા એક કાર્યક્રમમાં યુ.એન.નાં અધિકારી પ્રેમીલા મારૂને ઇઝરાયલ પર આક્ષેપો કરતાં ઇઝરાયેલી રાજદૂત ડેની ડનેન ભડકી ઊઠયા
નવી દિલ્હી : ન્યૂયોર્કમાં યોજાયેલી એક બેઠકમાં ઇઝરાયલી રાજદૂત યુએનનાં અધિકારી પ્રેમીલા મારૂન સાથે ખુલ્લેઆમ ઝઘડી પડતાં બેઠકમાં ઘડીભર અશાંતિ સર્જાઈ હતી. યુએનની આ બેઠકમાં ચર્ચાનો મુદ્દો હતો ‘ધી એલિમીનેશન ઓફ સેક્સ્યુઅલ વાયોલન્સ ઈન કોંફિલકટ’ (યુદ્ધ દરમિયાન થતા કામુક હુમલાઓ). તે મુદ્દે પ્રેમીલા મારૂને ઇઝરાયલની ટીકા કરતાં કહ્યું કે ઇઝરાયલને આવા દુષ્કૃત્યો માટે બ્લેક-લિસ્ટમાં મુકવું જોઈએ.



