લંડન પાસે ભારે ટ્રેન અકસ્માત, બે ટ્રેનો અથડાઈ : અનેક મુસાફરોને ઇજા | Major train accident near London two trains collide: several passengers injured

![]()
– એઇમ્સ લિંક રેલવે એ લ્યૂટન એ બેડફોર્ડ વચ્ચે બનેલી આ દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી છે : તેણે સમગ્ર રૂટને બ્લોક કરી દીધો
લંડન : બ્રિટનનાં પાટનગર લંડનથી આશરે ૬૦ માઇલ ઉત્તરે આવેલાં બેડફોર્ડશાયર વિસ્તારમાં શુક્રવારે એક ભારે મોટો રેલ અકસ્માત થઇ ગયો. પ્રાપ્ત માહિતી પ્રમાણે બેડ ફોર્ડમા દક્ષિણ વિસ્તારમા બે ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. તેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે વહીવટીતંત્રે ઝડપભેર રાહત કાર્ય પણ ઉપાડી લીધું છે.
મીડીયા રીપોર્ટ પ્રમાણે આ અકસ્માત બેડફોર્ડથી દક્ષિણે આવેલી રેલવે લાઇન ઉપર થયો હતો. તેમાં પાટા ઉપર ઉભેલી એક ટ્રેનના પાછળના ભાગ સાથે બીજી ટ્રેનનો આગળનો ભાગ જોરદાર રીતે અથડાયો. જો કે રાહતની બાબત તે છે કે એમાંથી એક પણ ટ્રેન પાટા ઉપરથી નીચે ઉતરી ન હતી. જો કે આ અકસ્માત થતાં ટ્રેનમાં રહેલા મુસાફરો ચીસાચીસ કરતા હતા, અને અફડા તફડી મચી ગઈ હતી.
આ અકસ્માત વિષે માહિતી મળતા મને અત્યંત દુ:ખ થયું છે આઘાત પણ લાગ્યો છે તેમ બ્રિટીશ વડાપ્રધાને જણાવ્યું હતું.
આ અકસ્માતની વિગતો તેવી છે કે બપોરના ૪.૪૦ કલાકે કોર્વીથી સેન્ટ પેનાક્રાસ જતી ટ્રેન નોટિંગ્ઘામથી પણ સેન્ટ પેગક્રાસ જઇ રહેલી ટ્રેનની પાછળ અથડાઈ પડી હતી. બેડફોર્ડથી બે માઇલ દક્ષિણે બનેલી આ ઘટના પછી થેમ્સ લિંક રેલવેએ સલામતી ખાતર લ્યૂટન અને બેડફોર્ડ વચ્ચેનો રેલ માર્ગ બંધ કરી દીધો હતો. બ્રિટનના પરિવહન મંત્રી હેડી એલેકઝાંડરે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એક્સ ઉપર આ ઘટના અંગે ઘેરૃં દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે રાહત કાર્ય પણ ઝડપી બનાવ્યું હતું.
જો કે ઇજાગ્રસ્તોની સંખ્યા તેમજ આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.



