दुनिया

લેબનોનમાં ઇઝરાયેલના હુમલાથી અમેરિકા અને ઇરાનની ડીલમાં પંચર પડયું | Israeli attack in Lebanon punctures US Iran deal



– લેબનોનમાં વધુ 21ના મોત અંતે ઇઝરાયેલ-હીઝબુલ્લાહ યુદ્ધવિરામ માટે તૈયાર

– ઇઝરાયેલે લેબનોન છોડવાનો ઇનકાર કરતાં તંગદિલી વધી સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા-ઇરાનની બેઠક છેલ્લી ઘડીએ રદ

વોશિંગ્ટન : લેબનોનમાં ઇઝરાયેલ અને હીઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વધુ વિનાશક બન્યું છે. હીઝબુલ્લાહે ઇઝરાયેલના ચાર સૈનિકોને માર્યા તેનો બદલે આઇડીએફે ૨૧ લેબનોનવાસીઓને ખતમ કરીને લીધો છે. આ હુમલાના લીધે અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ કરાર ફરીથી ઘાંચમાં પડયો છે. આજે સ્વિટ્ઝરલેન્ડમાં જિનિવા ખાતેે મળનારી બેઠક આ હુમલાના કારણે રદ થઈ છે. 

દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલ અને હીઝબુલ્લાહ વચ્ચે આખી રાત જબરદસ્ત યુદ્ધ ચાલ્યુ હતુ. તેમા ઇઝરાયેલના ચાર સૈનિકો માર્યા ગયા હતા. તેમા એક લેફટનન્ટ કર્નલ પણ હતો. આ સિવાય એક ડ્રોન હુમલામાં પાંચ સૈનિક ઇજા પામ્યા હતા. 

આ સ્થિતિ ત્યારે આવી છે  જ્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ રોકવા ડીલ થયું છે, પરંતુ લેબનોનમાં વધતી હિંસા આ ડીલને ખતરામાં નાખી રહી છે. 

દક્ષિણ લેબનોનમાં હીઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે આખી રાત યુદ્ધ ચાલ્યું હતું. તેમા ઇઝરાયેલના ચાર સૈનિકોના મોત થયા હતા. તેમા એક લેફટનન્ટ કર્નલ પણ સામેલ હતો. એક ડ્રોન હુમલામાં પાંચના મોત થયા હતા. 

લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અડધી રાત સુધી ૧૧ ગામડાઓમાં થયેલી લડાઈમાં ૧૮ લોકો માર્યા ગયા હતા અને ૩૩ ઇજા થયા હતા. બોમ્બાર્ડિંગના લીધે લોકોને બચાવવાના અને નીકાળવાના કામ પણ થઈ શકતા નથી. મૃત્યુ પામનારાઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ શકે છે. 

સૌથી વધુ વિનાશ ટાયર શહેરના હારૌફ ગામ પાસે થયો હતો. અહીં સાત જણા માર્યા ગયા હતા અને કેટલાય લોકો કાટમાળમાં દબાયા હોવાની સંભાવના છે. ફ્રાન્સે અમેરિકાને જણાવ્યું હતું કે તે ઇઝરાયેલ પર દબાણ લાવે જેથી યુદ્ધ બંધ થાય. લેબનોનમાં વધતી હિંસાથી અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા અસ્થાયી ડીલ પણ ભયમાં મૂકાઈ છે. 

ઇઝરાયેલનું કહેવું છે કે તેણે હીઝબુલ્લાહના આતંકીઓ અને તેમના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. હીઝબુલ્લાહ વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યુ હોવાથી તેણે આ હુમલા કર્યા હતા. લેબનોનની સરકારી ન્યૂઝ એજન્સી મુજબ દક્ષિણમાંથી લાખો લોકો ઘર છોડીને ઉત્તર તરફ ભાગી રહ્યા છે. બિનસત્તાવાર આંકડા મુજબ નિરાશ્રિતોનો આંકડો ૧૫ લાખને વટાવી ગયો હોવાનો અંદાજ છે. તેમા પણ ખાસ કરીને ટાયર અને બિંત જબીલના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઘર છોડી ઉત્તર તરફ ભાગી રહ્યા છે.

રાત્રે સૌથી મોટી લડાઈ લિતાની નદીના ઉત્તરમાં અલી અલ તાહેર નામના પહાડ પર થઈ હતી. આ ઊંચું સ્થળ હીઝબુલ્લાહ માટે મહત્ત્વનું છે અને ઇઝરાયેલ અહીં આગળ વધવા માંગતું હતું. હીઝબુલ્લાહે જણાવ્યું હતું કે તેના લડાકુઓએ ઇઝરાયેલની ફોજ પર ઘાત લગાવી હુમલો કર્યો હતો. તેના ગાઇડેડ મિસાઇલોએ ત્રણ મરકવા ટેન્ક ખતમ કરી દીધી હતી. તેમણ ે રોકેટ તેમજ તોપથી સૈનિકોને નિશાન બનાવ્યા. તેના પછી ઇઝરાયેલની ફોજ તેમના સાથીઆને નીકાળવા આવી. તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. જો કે ઇઝરાયેલ અને હીઝબુલ્લાહ હવે હુમલા ન કરવા સંમત થયા છે. 

હીઝબુલ્લાહે બીજી માર્ચના રોજ ઇઝરાયેલ પર હુમલો કરતા તેનું લશ્કર લેબનોનમાં ઘૂસી ગયું છે. ઇઝરાયેલે પોતાનું લશ્કર પાછું બોલાવવાનો ઇન્કાર કર્યો છે અને દક્ષિણ લેબનોનમાં મોટો સુરક્ષા ઝોન બનાવી દીધો છે. તેમનું કહેવું છે કે ઉત્તરી ઇઝરાયેલના હીઝબુલ્લાહના હુમલાથી બચાવવા માટે દક્ષિણ લેબનોનનો કબ્જો જરૂરી છે. ઇઝરાયેલના લશ્કરે દક્ષિણ લેબનોનમાંથી હીઝબુલ્લાહ જ્યાંથી હુમલા કરતું હતું તે બધા જ ગામ ખતમ કરી નાખ્યા છે. હજી પણ હીઝબુલ્લાહ જ્યાં-જ્યાંથી હુમલા કરે છે તે દરેક વિસ્તારોની સ્થિતિ આવી જ કરવાનું છે. બુધવારે ઇઝરાયેલે નકશો જારી કર્યો છે અને પોતાના અંકુશવાળો વિસ્તારમાં થયેલો વધારો દર્શાવ્યો છે. 

અમેરિકા-ઇરાન ડીલથી ઇઝરાયેલ ઘણુ નારાજ છે. ઇઝરાયેલનું કહેવું છે કે આ ડીલ ઇરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે ખતમ કરતી નથી. બીજી બાજુ લેબનોનમાં ઇઝરાયેલની કાર્યવાહીને અટકાવે છે. ઇઝરાયેલના જમણેરી મંત્રી ઇતમાન બેન ગ્વિર અને બેજાલેલ સ્મોટ્રિચે ચાર સૈનિકોના મોત પછી બદલાની ભાષા બોલી. બેન ગ્વિરે તો એક્સ પર લખ્યું કે દરેક ઇઝરાયેલી માતાના આંસુના બદલામાં લેબનોનની એક હજાર માતાઓ રોવી જોઈએ. આખું લેબનોન સળગવું જોઈએ. સ્મોટ્રિચે લખ્યું કે હવે લેબનોન પર નરકના દરવાજા ખોલવાનો સમય આવી ગયો છે. 

મેલોની ફોટો ખેંચાવવા માંગતી હતી તેવા ટ્રમ્પના નિવેદનથી ઇટાલિયન પીએમ નારાજ

 રોમ : ઇટાલીની પીએમ જ્યોર્જિયા મેલોનીએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટિપ્પણીનો તીખો અને આકરો જવાબ આપ્યો છે. ટ્રમ્પે એક ઇટાલિયન ટીવી ચેનલને જણાવ્યું હતું કે મેલોનીએ જી-૭ દરમિયાન અપીલ કરી હતી કે મારી સાથે એક ફોટો ખેંચાવો. તેના પર મેલોનીએ જણાવ્યું હતું કે હું આવી ટિપ્પણીથી હેરાન છું. કોઈ આટલી ખોટી વાત કઈ રીતે કરી લે છે. ટ્રમ્પે પૂર્ણપણે ઉપજાવી કાઢેલી વાત જણાવી છે. મેલોની ટ્રમ્પના આ નિવેદનથી નારાજ છે. તેના પગલે ઇટાલીના વિદેશપ્રધાન એન્ટોનિયો તજાનીએ આગામી સપ્તાહનો અમેરિકન પ્રવાસ રદ કરી દીધો છે. આ બતાવે છે કે ટ્રમ્પના નિવેદન પછી બંને દેશ વચ્ચેના સંબંધ કેવા બગડી ગયા છે. આ ઘટનાક્રમ જી-૭ સમિટમાં મળેલા સંમેલન પછી બન્યો હતો. તે સમયે લાગ્યું હતું કે બંને દક્ષિણપંથી નેતાઓએ પોતાના ખરાબ સંબંધોને સુધારી લીધા છે. ફ્રાન્સમાં થયેલા કાર્યક્રમમાં તો ટ્રમ્પ-મેલોની જોડે બેસીને વાતચીત કરતા દેખાયા હતા. તેને લઈને ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બસ ફ્કત મેલોનીની વાત કરવાની ઇચ્છા પૂરી કરી.કદાચ મેલોની ખુશ છે કેમકે મેં તેમની સાથે વાત કરી. મારે તેમની સાથે વાત કરવાની જરૂર ન હતી. મેલોનીએ જણાવ્યું હતું કે મને ખબર પડતી નથી કે અમેરિકન પ્રમુખ પોતાના સહયોગીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કઈ રીતે કરી શકે છ અને જ્યારે દુશ્મનો પ્રત્યે તો એકદમ નરમી બતાવે છે. 

હોર્મુઝને સંપૂર્ણપણે ખૂલતા અઠવાડિયાઓ કે મહિનાઓ લાગી શકે

દુબઈ : અમેરિકા-ઇરાન વચ્ચે થયેલા પીસ ડીલ મુજબ હોર્મુઝ ખુલ્લી મૂકાઈ ગઈ છે, પરંતુ હોર્મુઝમાં પહેલા જેવો ટ્રાફિક થતાં વાર લાગશે. તેનું કારણ એ છે કે હોર્મુઝનો મુખ્ય રસ્તો હજી બંધ છે. ઇરાને ત્યાં નાખેલી ૮૦ જેટલી સુરંગો હજી કાઢવાની છે. હાલમાં તો જહાજો ઇરાની અને ઓમાની સમુદ્રના નાના-નાના અને સેફ પેસેજ મનાતા જળ વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યા છે. હોર્મુઝને સંપૂર્ણપણે પૂર્વવત્ કરવામાં કેટલાક અઠવાડિયાઓ અને મહિનાઓ લાગી શકે છે. આમ હોર્મુઝ ખોલવાની છૂટ આપ્યા પછી તેનો જહાજી ટ્રાફિક પૂર્વવત્ થતાં ઘણો સમય લાગી શકે છે. 



Source link

Related Articles

Back to top button