રણવીર ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી મૌન રહેશે | Ranveer will remain silent for a year and a half about the Don 3 controversy

![]()
મુંબઈ : રણવીર સિંહ ‘ડોન થ્રી’ના વિવાદ અંગે દોઢ વર્ષ મૌન સેવવાનો છે. આ વિવાદ અંગે તેણે ચૂપકિદી સેવવાનું પસંદ કર્યુ છે.
આ વર્ષના બોલિવૂડના સૌથી મોટા વિવાદનો હીરો રણવીરસિંહ હવે ચૂપચાપ કામે વળગી ગયો છે. ફરહાન અખ્તરની ‘ડોન થ્રી’ના વિવાદને પગલે તેના પર ૪૫ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે દાવો કરવામાં આવ્યો હતો. એ પછી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝ દ્વારા રણવીરસિંહનો બહિષ્કાર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો જો કે તેને બાદમાં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર રણવીરસિંહ હવે હંસલ મહેતાના પુત્ર જય મહેતાની આગામી ફિલ્મ ‘પ્રલય’ની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયો છે. એક દાવા અનુસાર તે હવે ડોન થ્રી વિવાદ વિશે દોઢ વર્ષ સુધી કશું બોલશે નહીં. તે આ મામલે કોઇ ઇન્ટરવ્યૂ પણ આપશે નહીં.
‘પ્રલય’ની પટકથાને અંતિમ ઓપ અપાઇ ચૂક્યો છે અને ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ થશે. રણવીરસિંહ તેની આ આગામી ફિલ્મ રજૂ ન થઇ જાય ત્યાં સુધી મોં ખોલવા માંગતો નથી.



