ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth and death certificates in Dhandhuka Municipality

![]()
સી.આર.એસ.પોર્ટલની ક્ષતિના કારણે
પોર્ટલની કામગીરીમાં સતત વિક્ષેપ સર્જાતા પાલિકામાં દ્રશ્યમાન થતી
અરજદારોની લાંબી કતારો
ધંધુકા – કેન્દ્ર સરકાર દ્વારા
અમલમાં મુકાયેલી નવી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલની ટેકનિકલ અને વહિવટી
ખામીઓના કારણે ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવા માટે સૌને મુશ્કેલીઓનો
સામનો કરવો પડી રહ્યો છે. દાખલાના અભાવે શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયા ખોરંભે ચડી ગઈ
છે.
ેલ્લા ઘણા મહિનાઓથી પોર્ટલની કામગીરીમાં સતત વિક્ષેપ સર્જાતા ધંધુકા
નગરપાલિકામાં અરજદારોની લાંબી કતારો લાગી રહી છે,કર્મચારીઓ પર કામનું અસહ્ય
ભારણ વધ્યુ છે. જન્મનો દાખલો નહિ નિકળતો હોવાથી કેટલાક વિદ્યાર્થીઓની એડમિશન
પ્રક્રિયા અટકી ગઈ છે. તેનો તાકીદે ઉકેલ
લાવવા માટે વહિવટીતંત્ર અને સરકારમાં કોઈ ધારદાર રજુઆત થતી નથી.જેના કારણે નાગરિકો
કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.હજારો અરજદારોના કામો અટવાઈ રહ્યા છે. આ સમસ્યાનો સૌથી
મોટો ભોગ હાલમાં શાળામાં પ્રવેશ લેવા જતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બની રહ્યા
છે. નવા શૈક્ષણિક વર્ષની એડમિશન પ્રક્રિયા
ચાલી રહી હોવાથી જન્મનો દાખલો ફરજિયાત હોવા છતાં સમયસર દાખલો ન મળતા અનેક વાલીઓ
શાળાઓ અને સરકારી કચેરીઓ વચ્ચે ધક્કા ખાઈ રહ્યા છે.સમયમર્યાદામાં જરૃરી દસ્તાવેજો
રજુ ન થઈ શકતા કેટલાક વિદ્યાર્થીઓના પ્રવેશ પર પણ પ્રશ્નચિન્હ ઉભુ થયુ હોવાનું
જાણવા મળે છે. ધંધુકા પાલિકામાં નોંધણી, સુધારા અને દાખલા,
ઈસ્યુ કરવાની કામગીરી એકસાથે શક્ય ન બનતા સમગ્ર પ્રક્રિયા ધીમી પડી
ગઈ છે. જેના કારણે આમ જનતાને કફોડી હાલતમાં મુકવાનો વારો આવ્યો છે. આ શિરદર્દ સમાન
સમસ્યાનો યોગ્ય નિકાલ આવે અને લોકોને પાલિકામાં દાખલા મળી રહે તેવી વ્યવસ્થા કરવા
માંગ ઉઠવા પામી છે.



