गुजरात

ગુજરાત રાજ્યની નીતિ રીતિ ને લઈ LRD ભરતીને લઈ અન્યાય થતા.સિહોર ના યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસ ના સહમંત્રી જયરાજસિંહ આકરા પાણી એ..યુદ્ધ એજ કલ્યાણ..

એલ.આર.ડી. ભરતી પ્રક્રિયા ના ઉમેદવારોને ન્યાય અપાવવા મુદ્દે કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા સિહોર મામલતદારને આવેદન અપાયું.

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પોલિસ ભરતી ૨૦૧૮/૧૯ માં મહિલાઓને ૫૦℅ અનામત જાહેર કરાતાં પુરુષ ઉમેદવારોને અન્યાયની લાગણી અનુભવાતા સરકારશ્રી સમક્ષ લેખિત તેમ જ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ રજુ કરેલ. આમ છતાં સરકાર દ્વારા નક્કર પ્રત્યુત્તર ન મળતા ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડી હતી. લોકશાહી ઢબે વિરોધ કરવા જઈ રહેલા આ શિક્ષીત યુવાનોને સરમુખત્યાર સરકાર દ્વારા પોલીસતંત્ર નો દુરુપયોગ કરી ડરાવવામાં આવતા હોવાની અનેક સ્થળે ફરિયાદો ઉઠવા પામી હતી. આથી આ દેશના અમૂલ્ય ધન એવા શિક્ષિત બેરોજગારો ને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા સિહોર મામલતદાર ને આવેદન આપી રજુઆત કરાઈ હતી.

Related Articles

Back to top button