અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad News Theft at the home of a Gomtipur family who went on a trip to Maharashtra

![]()
Ahmedabad Crime News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બંધ મકાનની રેકી કરીને ચોરીને અંજામ આપવાના બનાવો વધી રહ્યા છે. જેમાં ગોમતીપુરમાં પરિવારજનો મહારાષ્ટ્ર ફરવા ગયા હતા અને પાંચ દિવસે પરત આવ્યા ત્યારે તેમના મકાનના તાળા અને તિજોરી તોડીને અજાણી વ્યક્તિએ ઘરમાં પ્રવેશીને રોકડ રૂપિયા 52,500 તથા સોનાના દાગીના સહિત કુલ 1.28 લાખની મતાની ચોરી કરી હતી. ગોમતીપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે કોઈ જાણભેદુ હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
ગોમતીપુરમાં રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા. 11 જૂન 2026ના રોજ પરિવાર સાથે મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે ફરવા માટે ગયા હતા. તા. 16 જૂનના રોજ બપોરે ઘરે પરત આવ્યા ત્યારે મકાનના તાળા તૂટેલા હતા. મકાનમાં જઈને તપાસ કરતાં તિજોરીના તાળા તોડીને અજાણી વ્યક્તિએ રોકડા રૂપિયા 52,500 તથા સોનાના દાગીના સહિત કુલ Rs. 1.28 લાખની મતાની ચોરી કરી હતી.



