गुजरात

છોટા ઉદેપુર: રિસાઈને જતી રહેલી પત્નીના ઘરે જઈને જમાઈએ કુહાડી મારી સાસુની હત્યા કરી | Chhota Udepur Family Dispute Turns Violent in Kevdi Shockwaves Across Village



Chhota Udepur Crime News: છોટા ઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં કૌટુંબિક વિવાદે એક અત્યંત ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રણ વર્ષથી પિયરમાં રહેતી પત્નીની અદાવત રાખીને જમાઈએ પોતાની જ સાસુ પર કુહાડી અને લાકડાના ધોકા વડે ઘાતકી હુમલો કરી તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પત્ની 3 વર્ષથી પિયરમાં રહેતી હોવાથી રાખ્યું હતું મનદુઃખ

મળતી માહિતી અનુસાર, આરોપીની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી. પત્ની પોતાની સાથે ન રહેતી હોવાને કારણે આરોપી લાંબા સમયથી સાસરી પક્ષના લોકો પર ભારે મનદુઃખ અને ગુસ્સો રાખીને બેઠો હતો. આ ક્રોધાવેશમાં આરોપીએ તમામ હદો પાર કરીને સાસરીમાં ધસી જવાનું નક્કી કર્યું હતું.

આરોપીએ સાસરીમાં પહોંચીને અચાનક જ પોતાની સાસુ પર કુહાડી અને લાકડાના ફટકા વડે હિંસક હુમલો કરી દીધો હતો. જેમાં સાસુને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ પણ આરોપીનો ગુસ્સો શાંત થયો ન હતો, તેણે ત્યાં હાજર પોતાની પત્ની તેમજ અન્યને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને  ફરાર થઈ ગયો હતો.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફરાર આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



Source link

Related Articles

Back to top button