નેશનલ ચેમ્પિયનશિપમાં ભાવેણાના દિવ્યાંગ બાળકોએ 20 મેડલ મેળવ્યા | Disabled children from Bhavena won 20 medals in the National Championship

![]()
ગત વર્ષે પણ સંસ્થાના ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો
દેશના ૨૩ રાજયોના દિવ્યાંગોની ચેમ્પિયનશીપ સ્પર્ધામાં નટરાજ સીપી સ્કૂલના
બાળકોની જવલંત સિધ્ધિ
ભાવનગર – ગુજરાતમાં પ્રથમવાર ગુજરાત સી.પી.સ્પોટર્સ ફેડરેશન ઓફ
ગુજરાતના યજમાન પદે તાજેતરમાં અમદાવાદમાં ૧૩મી નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૬ અંતર્ગત
સ્પર્ધાઓ યોજાઇ હતી.જેમાં ભાવેણાના દિવ્યાંગ બાળકોએ દેશના સ્પર્ધકોને ટકકર મારી ૨૦
મેડલ મેળવીને સંસ્થાનું નામ રોશન કર્યુ હતુ.
ી.પી.અને ઓટિઝમના બાળકો માટેની પાંચ રમત સાથેની આ સ્પર્ધામાં દેશભરના ૨૩
રાજયોના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્થાનિક, પ્રાદેશિક અને રાજય કક્ષાએ
ઉત્તમ દેખાવ કરી પસંદગી પામેલા બાળકોની આ સ્પર્ધામાં શહેરની પી.એન.આર. સોસાયટીની
નટરાજ સી.પી.સ્કૂલ તેમજ વિભાગોમાંથી ૧૪ સી.પી., ઓટીઝમ
ખેલાડીઓએ ભાગ લીધો હતો.સ્કેટીગ, ફુટબોલ, સ્વિમિંગ, બેડમિન્ટન અને સાયકલિંગની સ્પર્ધામાં
ભાવનગરના દિવ્યાંગ બાળકોએ દેશભરના સ્પર્ધકોને ટક્કર આપી ૬ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ સાથે ૨૦ મેડલ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નટરાજ સી પી સ્કૂલના આચાર્યા જીજ્ઞાાબેન
સોલંકીના માર્ગદર્શન નીચે કાતકભાઇ વ્યાસ, સ્પેે.એજયુકેટર કોચ
તેમજ હરદેવભાઇ જાદવ એસ્કોર્ટ દ્વારા આ બાળકોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી
હતી અને ગત વર્ષ દરમિયાન પણ સંસ્થાના બાળકોએ ખેલ મહાકુંભ અને પટનામાં આયોજીત
રાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રે દેખાવ કર્યો હતો.



