જોડીયા નજીક બાલાચડી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા: જામનગર એલ.સી.બી.ની કાર્યવાહી | Jamnagar 6 people caught gambling Jamnagar LCB takes action

![]()
જામનગર જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અજયભાઈ વીરડા, સુમિતભાઈ શિયાર, ભયપાલસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે જોડીયા તાલુકાના બાલાચડી ગામની સીમમાં આવેલી ગંભીરસિંહ વાઘેલાની વાડીમાં કેટલાક લોકો ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તી રોન નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે સ્થળ પર દરોડો પાડી છ શખ્સો નાજીમભાઈ કમાલુદ્દીનભાઈ ધમાણી, રહે. લંઘાવાડનો ઢાળીયો, કુલસુમ એપાર્ટમેન્ટ, જામનગર દિનેશભાઈ આસરિયાભાઈ માવ, રહે. ડી-પ્લોટ-58, પાણીના ટાંકા પાસે, જામનગરને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી રોકડ રૂ. 63,500 પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ. 25,000, ગંજીપત્તાના ૫૨ પાનાં તથા જીજે-10-ઈએચ-3792 નંબરની કાર કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ. 10,88,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ ભયપાલસિંહ જાડેજાની ફરિયાદના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ સુમિતભાઈ શિયારે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



