गुजरात

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota udepur kwant naswadi highway bus stations dilapidated locals demand new structures



Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા છે. બસ સ્ટેશનોની હાલતને કારણે મુસાફરોના જીવ પર જોખમ ઊભું થયું છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક નવા બસ સ્ટેશનો બનાવવાની માગ ઉઠી છે.

છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે પરના અનેક બસ સ્ટેશનો જર્જરિત

છોટાઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા બસ સ્ટેશનો હાલ અત્યંત જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સિંગલા ગામ નજીક આવેલા બસ સ્ટેશનોની સ્થિતિ ચિંતાજનક બની છે. બસ સ્ટેશનોમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે. તેમજ લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જેના કારણે કોઈપણ સમયે અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. 

સ્થાનિકોનું કહેવું છે કે, કેટલાક બસ સ્ટેશનોની હાલત તો એટલી ખરાબ છે કે તેની છતનો મોટો ભાગ તૂટી ગયો છે, જેના કારણે મુસાફરોને બેસવા કે વરસાદ અને તડકાથી બચવા માટે યોગ્ય સુવિધા મળતી નથી. રોજબરોજ મોટી સંખ્યામાં મુસાફરો આ બસ સ્ટેશનોનો ઉપયોગ કરતા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. 

બસ સ્ટેશનોની ખરાબ સ્થિતિને પગલે સ્થાનિક લોકો અને મુસાફરોએ માગ કરી છે કે સરકાર તથા સંબંધિત વિભાગ દ્વારા આ જર્જરિત બસ સ્ટેશનોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અથવા નવા બસ સ્ટેશનોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે.



Source link

Related Articles

Back to top button