गुजरात

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a confirmed ticket even if you don’t have a reservation for the train



Train Ticket: ટ્રેનમાં રિઝર્વેશન કરાવેલું હોય અને ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં હોય છતાં મુસાફરોને હવે ચિંતા કરવા જેવું નથી. કારણકે, ફાઈનલે ચાર્ટ બની ગયાં બાદ પણ રદ થયેલી ટિકિટ, નો-શો મુસાફર કે કોઈ અન્ય કારણોસર અમુક સીટો ટ્રેનમાં ખાલી હોય છે. આ સીટ મેળવવા માટે આઈઆરસીટીસી એપ અથવા વેબસાઈટમાં ‘ચાર્ટ વેકેન્સી’માં માહિતી જાણી જેતે મુસાફર કરંટ બુકિંગ મારફતે અથવા ટ્રેનમાં ટીટીઈ પાસે ઉપલબ્ધતા મુજબ ટિકિટ મેળવી શકે છે.

IRCTCની ‘ચાર્ટ વેકન્સી’ સુવિધાથી કોચવાર, બર્થવાર ખાલી બેઠકોની માહિતી મેળવી ટિકિટ બૂક કરી શકાશે

ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળતાં અથવા વેઈટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરો માટે રેલવેની એક ઉપયોગી સુવિધા ઉપલબ્ધ છે. રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા બાદ ટ્રેનમાં ક્યાં કોચમાં અને કઈ બર્થ ખાલી છે તેની માહિતી મેળવી મુસાફરો ઓનલાઈન ટિકિટ મેળવી શકે છે. જોકે, હજુ પણ ઘણા મુસાફરો આ સુવિધાથી અજાણ છે. મુસાફરો આઈઆરસીટીસી એપ અથવા વેબસાઈટ પર ઉપલબ્ધ ‘ચાર્ટ વેકન્સી’ વિકલ્પનો ઉપયોગ કરીને ટ્રેન નંબર, મુસાફરીની તારીખ અને બોર્ડિંગ સ્ટેશનની વિગતો દાખલ કરી ખાલી બેઠકોની સ્થિતિ જાણી શકે છે.

ચાર્ટ તૈયાર થયા બાદ રદ થયેલી ટિકિટો, નો-શો મુસાફરો એટલે કે ટિકિટ કન્ફર્મ થયા બાદ પણ સમયસર પહોંચી ન શકેલા મુસાફરો અથવા અન્ય કોઈ કારણોસર ખાલી રહેલી સીટોની વિગતો તેમાં દર્શાવવામાં આવતી હોય છે. જો કોઈ સીટ તેમાં ઉપલબ્ધ હોય તો મુસાફરો કરંટ બુકિંગ મારફતે ટિકિટ મેળવી શકે છે.

ખાલી સીટ કઈ છે તે કેવી રીતે જાણી શકાય?

– ‘આઈઆરસીટીસી’ એપ અથવા વેબસાઈટ ખોલો

-‘ચાર્ટ વેકેન્સી’ વિકલ્પ પસંદ કરો 

– ટ્રેન નંબર, તારીખ અને બોર્ડિંગ સ્ટેશન દાખલ કરો

– કોચવાર અને બર્થવાર ખાલી સીટોની માહિતી મેળવો

– ઉપલબ્ધતા મુબજ કરંટ બુકિંગ અથવા ટીટીઈનો સંપર્ક કરે

આ પણ વાંચો: ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ

ક્યારે ઉપયોગી બને છે આ સુવિધા?

વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ન થઈ હોય, છેલ્લી ઘડીએ ટ્રેનમાં મુસાફરી કરવી હોય અથવા ટ્રેનમાં સીટ મળવાની શક્યતા જાણવા માંગતા હોય ત્યારે ચાર્ટ વેકેન્સી સુવિધા મદદરૂપ બની શકે છે. રિઝર્વેશન ચાર્ટ તૈયાર થયા બાદ જ આ માહિતી ઉપલબ્ધ થાય છે.



Source link

Related Articles

Back to top button