गुजरात

ગોત્રી વિસ્તારમાં વીજ ડીપી ધરાશાયી થતા બે યુવાનોને ઈજા | double pole structure of mgvcl collapesed in gotri area of vadodara



વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે ટ્રાન્સફોર્મર સાથેની વીજ ડીપી(  ડબલ પોલ સ્ટ્રકચર) ધરાશયી થતા બે વ્યક્તિઓ ઈજા ગ્રસ્ત થયા હતા.

મધ્ય ગુજરાત વીજ કંપની એક તરફ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરી રહી છે ત્યારે જ આટલુ મોટુ વીજ માળખુ ધરાશયી થતા પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.મળતી વિગતો પ્રમાણે ગોત્રી વિસ્તારમાં આવેલા પોલીસ મથકથી બંસલ મોલ તરફ જતા રસ્તા પર આવેલી ડીપી ભારે પવન વચ્ચે ધરાશાયી થતા ત્યાંથી પસાર થઈ રહેલા બે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાના પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ જતા રોડ પર પણ ટ્રાફિક જામ થયો હતો.જોકે બંને યુવાનોને નજીવી ઈજા થઈ હતી.એ પછી તેમને એમ્બ્યુલન્સ બોલાવીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.સદનસીબે બંને યુવાનોનો જીવ બચી ગયો હતો.આ ઘટનાના પગલે ૧૦૦ થી ૧૫૦ જોડાણોનો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.વીજ કંપનીની ટીમે તાત્કાલિક કામ કરીને ટ્રાન્સફોર્મર સાથે નવી વીજી ડીપી ઉભી પણ કરી હતી.વીજ કંપનીના અધિકારીએ કહ્યું હતું કે,  માળખુ પડવાનું ચોક્કસ કારણ તો નથી મળ્યું પણ શક્ય છે કે, ભારે  પવનના કારણે ડીપી પરથી પસાર થઈ વીજ લાઈન કશે અથડાઈ હોય અને તેનો ઝાટકો ડીપીને લાગ્યો હોય



Source link

Related Articles

Back to top button