गुजरात

સાબરમતી-વેરાવળ વંદે ભારતનો રુટ બદલાશે, હવે ધોળકા-બોટાદ થઈ દોડશે, રાજકોટ-વિરમગામની બાદબાકી | Vande Bharat Route Shift Rajkot Surendranagar Dropped Botad Dholka Added


Sabarmati-Veraval Vande Bharat Route Changed: સાબરમતી- વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 29601-02)ના રૂટમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવાનો રેલવે બોર્ડે નિર્ણય લીધો છે. હાલ આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જેતલસર, જૂનાગઢ માર્ગે દોડે છે. પરંતુ હવે તેને ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ માર્ગે ચલાવવાની રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

વંદે ભારતનું નવું ટાઈમ ટેબલ

નવી સમય પત્રિકા મુજબ ટ્રેન નં. 24901 સાબરમતીથી સવારે 06:00 કલાકે ઉપડીને બપોરે 12:50 કલાકે વેરાવળ પહોંચશે. જ્યારે ટ્રેન નં. 29602 વેરાવળથી બપોરે 03:50 કલાકે ઉપડીને રાત્રે 10:25 કલાકે સાબરમતી પહોંચશે.

3 મોટા સ્ટેશનની બાદબાકી

રૂટ બદલાતા વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ ખાતેના કોમર્શિયલ સ્ટોપેજ દૂર થશે. જ્યારે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા સ્ટેશનોને પ્રથમ વખત વંદે ભારતની સેવા મળશે. રેલવે બોર્ડના આદેશ મુજબ ફેરફાર એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (એઆરપી) અથવા ‘નો બુકિંગ’ તારીખમાંથી જે વહેલી હોય તે તારીખથી અમલમાં આવશે. જોકે, નવા રૂટનો અમલ કઈ ચોક્કસ તારીખથી થશે તેની રેલવે દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: પ્રેમનો કરુણ અંત: જાફરાબાદમાં મધરાતે પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર તૂટી પડ્યો પરિવાર, ગંભીર ઈજાઓથી મોત

સાબરમતી-વેરાવળ વંદે ભારતનો રુટ બદલાશે, હવે ધોળકા-બોટાદ થઈ દોડશે, રાજકોટ-વિરમગામની બાદબાકી 2 - image



Source link

Related Articles

Back to top button