गुजरात
ધ્રોળ નજીક સોયલ ગામ પાસે બેફામ કારચાલકે છકડા રિક્ષાને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં એકને ગંભીર ઇજા | reckless car driver hit a rickshaw near Soyal village near Dhrol

![]()
Jamnagar Accident : ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક જામનગર-રાજકોટ હાઇવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.
મળતી વિગતો મુજબ ખેત પેદાશ ભરેલી છકડા રિક્ષા ધ્રોળના માર્કેટિંગ યાર્ડ તરફ જઈ રહી હતી, ત્યારે પાછળથી આવેલી એક કારના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે વાહન ચલાવી રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતના પગલે રિક્ષા પલટી ખાઈ જતા તેમાં સવાર વ્યક્તિ રોડ પર ફંગોળાઈ ગયો હતો.
ઇજાગ્રસ્તને માથાના ભાગે તેમજ ડાબા હાથ અને પગના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું નોંધાયું છે. ધ્રોલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



