અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ ક્યારેય વિચાર્યું નહોતું કે એક સાથે 40 કોફિન બનાવવા પડશે | 40 coffins made in vadodara after amdavad plane crash

![]()
વડોદરાઃ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયા બાદ મોતને ભેટનારા લોકોના મૃતદેહને તેમના સ્વજનો સુધી મોકલવા માટે વડોદરામાં રાતોરાત ૪૦ કોફિન બનાવીને મોકલવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં શહેરના ખ્રિસ્તી સમાજના કેટલાક કાર્યકરોની મોટી ભૂમિકા રહી હતી.નિઝામપુરા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર એલ્ડ્રિન થોમસ કહે છે કે, પ્લેન ક્રેશ થયું તે રાત્રે અમારા મિત્ર મેલ્વિન રજવાડી પર એર ઈન્ડિયામાંથી ૭૦ કોફિન બનાવી આપવા ફોન આવ્યો હતો.તેમણે આ માટે બોબી ક્રિશ્ચિયનને વાત કરી હતી.જોકે આટલા ઓછા સમયમાં આટલી મોટી સંખ્યામાં કોફિન બનાવી આપવાનું કામ સરળ નહોતું.મેં, મારા મિત્ર નિલેશ પુરોહિત અને બીજા કાર્યકરો આ કામમાં મદદ માટે જોડાયા હતા.સેન્ટેનરી ચર્ચાના ફાધર રેવરન્ડ દિલિપ શાહે કોફિન બનાવવા માટે ફતેગંજમાં હિલ મેમોરિયલ સ્કૂલની સામે આવેલી જૂની હોસ્ટેલની જગ્યા ફાળવી આપી હતી.એ પછી સવારે અમે કલેકટર કચેરી થકી ત્રણ થી ચાર કારીગરની સહાયતા લીધી હતી.અમે ૪૦ કોફિન બનાવીને બપોર સુધીમાં મોકલી આપ્યા હતા.
એલ્ડ્રિન થોમસ કહે છે કે, એવું ક્યારેય નહોતું વિચાર્યું કે એક સાથે ૪૦ કોફિન બનાવવા પડશે અને આજે પ્લેન દુર્ઘટનાના એક વર્ષ પછી પણ આવી કલ્પના થઈ શકતી નથી.



