गुजरात
વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે મોડી રાત્રે ગોડાઉન નજીક ભીષણ આગ | fire caught near godown at jambua

![]()
વડોદરાઃ વડોદરાના જામ્બુવા વિસ્તારમાં ગઇ મધરાત્રે એક ગોડાઉનની નજીક લાગેલી આગ ઝડપભેર પ્રસરતાં ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લઇ ગોડાઉન બચાવ્યું હતું.
જામ્બુવા બ્રિજ પાસે ખુલ્લામાં ઘાસ, પ્લાસ્ટિક અને કચરામાં લાગેલી આગ પવનના જોરના કારણે ઝડપભેર પ્રસરી હતી અને આસપાસના વિસ્તારોમાં ધુમાડા છવાયા હતા.
આગનું વિકરાળ સ્વરૃપ જોતાં ફાયર બ્રિગેડે વધુ ફાયર ફાઇટર બોલાવી લીધા હતા અને બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.આગ લાગી ત્યાં લાકડાનું ગોડાઉન આવેલું હોવાથી ફાયર બ્રિગેડે આગ ત્યાં ના પહોંચે તેની તકેદારી લીધી હતી.



