दुनिया

ટ્રમ્પના જમાઈ વિરુદ્ધ આલ્બેનિયામાં પ્રચંડ દેખાવ, હજારો લોકો માર્ગો પર ઉતર્યા, જાણો શું છે આરોપ | Protests Erupt In Albania Over Jared Kushners Luxury Resort Project



Protest Against Trump’s Son-in-Law In Albania: આલ્બેનિયામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરના મહત્વાકાંક્ષી લક્ઝરી રિસોર્ટ પ્રોજેક્ટને લઈને પ્રચંડ વિરોધ સતત વધી રહ્યો છે. બુધવારે રાજધાની તિરાનામાં હજારો લોકોએ રસ્તા પર ઉતરી આવીને અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓ આ પ્રોજેક્ટને પર્યાવરણ અને દેશના હિતોની વિરુદ્ધ ગણાવી રહ્યા છે.

આશરે 5 અબજ યુરોના ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટનું નિર્માણ ઝ્વેર્નેક (Zvernec) વિસ્તારની નજીક પ્રસ્તાવિત છે. આ વિસ્તાર એક સંરક્ષિત વેટલેન્ડની નજીક સ્થિત છે, જ્યાં ફ્લેમિંગો, સીલ અને દરિયાઈ કાચબા જેવી અનેક દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. પર્યાવરણ કાર્યકર્તાઓનું કહેવું છે કે આટલા મોટા પ્રવાસન પ્રોજેક્ટના કારણે આ સંવેદનશીલ ઈકોસિસ્ટમને ગંભીર નુકસાન પહોંચી શકે છે.

પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચારો કર્યા

તિરાનાના રસ્તાઓ પર ઉતરેલા પ્રદર્શનકારીઓએ ‘આલ્બેનિયા ઈઝ નોટ ફોર સેલ’ અને ‘ન્યૂઝ અલ્બેનિયા’ જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. પ્રદર્શનકારીઓની ભીડ વડાપ્રધાન એદી રામાની ઓફિસ બહાર એકઠી થઈ હતી અને શહેરના મુખ્ય બુલેવાર્ડપર લગભગ અડધા માઈલ સુધી ફેલાયેલી હતી.

પ્રદર્શનમાં સામેલ લિઆંડ લાકરોરીએ કહ્યું કે, ઝ્વેર્નેક પ્રોજેક્ટને લઈને કોઈ પણ પ્રકારની પારદર્શિતા રાખવામાં નથી આવી. તેમના મતે, આ પ્રોજેક્ટ છેલ્લા 35 વર્ષથી દેશમાં ચાલી રહેલી એક અદ્રશ્ય વ્યવસ્થાનું પ્રતીક બની ગયો છે. હવે લોકોની ધીરજ ખૂટી ગઈ છે અને તેઓ પરિવર્તન ઈચ્છે છે. 

વિવાદમાં ઘેરાયા PM

આ વિરોધ વડાપ્રધાન એડી રામ માટે પણ મોટો રાજકીય પડકાર બનતો જઈ રહ્યો છે. રામા વર્ષ 2013થી સત્તામાં છે, પરંતુ તેમના ટીકાકારોનો આરોપ છે કે તેઓ ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે કાબૂમાં નથી કરી શક્યા અને આરોગ્ય સેવાઓ જેવી મૂળભૂત સુવિધાઓમાં પૂરતો સુધારો નથી થયો.

SPAKનું કર્યું ગઠન

જોકે, વડાપ્રધાન રામાએ આ અઠવાડિયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘આ પ્રોજેક્ટ આગળ વધશે અને તમામ નિયમોનું પાલન કરીને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવામાં આવશે. અમારી સરકારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અનેક પગલાં લીધાં છે. રામાએ વિશેષ પ્રોસિક્યુશન ઓફિસ SPAKનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સંસ્થાએ તાજેતરના વર્ષોમાં ઘણા હાઈ-પ્રોફાઈલ કેસોની તપાસ શરૂ કરી છે.’

આમ છતાં, જનતાનો અવિશ્વાસ ઓછો નથી થઈ રહ્યો. ચાલુ વર્ષે જ ભ્રષ્ટાચારના આરોપોને લઈને નાયબ વડાપ્રધાન બેલિન્ડા બલ્લુકુ વિરુદ્ધ પણ ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. ત્યારબાદ રામાએ તેમને પદ પરથી હટાવી દીધા હતા, પરંતુ સરકાર પ્રત્યે લોકોની નારાજગી યથાવત છે. 

લોકો નવા યુગની શરૂઆત ઈચ્છે છે

પ્રદર્શનકારી ફેબિયો બ્રાકાજે કહ્યું કે, દેશ લાંબા સમયથી એક જ પ્રકારની રાજનીતિ જોઈ રહ્યો છે અને હવે લોકો એક નવા યુગની શરૂઆત ઈચ્છે છે. તેમના મતે, આલ્બેનિયાને બહેતર શાસન અને વધુ પારદર્શિતાની જરૂર છે.

આ પણ વાંચો: ઓમાનમાં વધુ એક જહાજમાં આગ, 3 દિવસમાં ત્રીજી ઘટના! અગાઉ અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત

તમને જણાવી દઈએ કે, જેરેડ કુશ્નર અને તેમના પત્ની ઈવાન્કા ટ્રમ્પ આ પ્રોજેક્ટના મુખ્ય ચહેરા છે. આ બંનેએ થોડા વર્ષો પહેલા નૌકા યાત્રા દરમિયાન આલ્બેનિયાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અહીં રોકાણ કરવાની યોજના બનાવી હતી. ગત મહિને જ્યારે ડેવલપર્સે બાંધકામ સાઈટની આસપાસ ફેન્સિંગ લગાવવાનું શરૂ કર્યું ત્યારે સ્થાનિક લોકોનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો. વધતા દબાણ બાદ તે ફેન્સિંગ હટાવી દેવામાં આવી હતી, પરંતુ આ પ્રોજેક્ટને લઈને વિવાદ હજુ પણ યથાવત છે.



Source link

Related Articles

Back to top button