गुजरात
દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootleggers in liquor case

![]()
વડોદરા,હાઇવે પરથી પકડાયેલા ૨૦.૫૯ લાખના વિદેશી દારૃ ભરેલા કન્ટેનરના કેસમાં જામીન પર છૂટેલા ત્રણ બૂટલેગરોની સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
નેશનલ હાઈવે નંબર ૪૮ પર તરસાલીથી જામ્બુવા તરફ જતા વોરા ગામડી જવાના રસ્તા પર ખુલ્લી જગ્યામાં એક કન્ટેનર વિદેશી દારુનો જથ્થો ભરી કટિંગ માટે ઊભું રહ્યું હોવાની માહિતીના આધારે કપુરાઇ પોલીસે વહેલી સવારે દરોડો પાડતા ડ્રાઇવર નાસી છૂટયો હતો. પોલીસને દારૃની ૧૧,૬૨૮ બોટલ કિંમત રૃપિયા ૨૦.૫૯ લાખની મળી આવી હતી. આટલો મોટો દારૃનો જથ્થો જામીન પર મુક્ત ત્રણ બૂટલેગરો મેહુલ, દડી અને આતિશનો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેયના મોબાઇલના લોકેશન અને હોટલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મુખ્ય આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.



