गुजरात
વડોદરાના અટલાદરામાં પાણીની લાઈનમાં ભંગાણ : ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ | Water line breaks in Atladara Vadodara: Summer monsoon like conditions

![]()
Vadodara Water Line : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ સર્જાયો છે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે અટલાદરા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
એક તરફ શહેરના અનેક વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાની વ્યાપક ફરિયાદ વધી રહી છે ત્યારે બીજી તરફ શહેરના અટલાદરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી લાઈનમાં લીકેજ થઈ રહ્યું છે. સ્થાનિક રહીશના જણાવ્યા પ્રમાણે, તેઓએ લીકેજ મામલે અનેક વખત તંત્ર સમક્ષ ફરિયાદ કરી છે તેમ છતાં આનું નિવારણ લાવવામાં આવતું નથી. લાઈન લીકેજના કારણે અહીંથી પાણી મેળવતા વિસ્તારોમાં ઓછા પાણીની ફરિયાદો ખૂબ વધી ગઈ છે.



